સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 19મી ડિસેમ્બર સુધી ‘રૂટ્ઝ 2022’ બીટુબી જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 250 જ્વેલરી ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રકારની જ્વેલરી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં ખાસ કરીને રિયલ ડાયમંડમાંથી બનાવવામાં આવેલા ક્રિકેટ બોલ, 30 લાખ રૂપિયાનો ક્રોકોડાઈલ નેકલેસ અને 5 લાખ રૂપિયાની સિસોટી આકર્ષણનું કેન્દ્ર બની હતી. નેકલેસમાં 330 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે અને તેને બનાવવા માટે 5 મહિનાનો સમય લાગ્યો હતો.

15000 ડાયમંડ જડિત ક્રોકોડાઈલ નેકલેસ - નેકલેસની ખાસિયત છે કે, જેમાં 8 હજાર રીયલ ડાયમંડ અને 7 હજાર કલર સ્ટોન મળી 15 હજાર નંગ હીરાનો ઉપયોગ આ ક્રોકોડાઈલ નેકલેસમાં કરવામાં આવ્યો છે.

20 લાખ રૂપિયાનો ક્રિકેટ બોલ - જીજેઈપીસીના ચેરમેનએ કહ્યું હતું કે, ‘ક્રિકેટ બોલનું વજન 200 ગ્રામ છે. ચાંદી-નેચરલ ડાયમંડ વપરાયા છે. 140 કેરેટ હીરામાં 115 કેરેટ રાઉન્ડ અને 25 કેરેટ એમરલ્ડ હીરા વપરાયા છે.
સોના, હીરાથી બનેલી 5 લાખની સિસોટી - 5 લાખ રૂપિયામાં બનેલી સોનાની સિસોટી પ્રદર્શનમાં મુકાઈ હતી. જેમાં 25 ગ્રામ સોનુ, 12 કેરેટ નેચરલ હીરાનો ઉપયોગ વડે બનાવતા 15 દિવસનો સમય લાગ્યો હતો.




