લસણની સાથે દૂધનુ સેવન પડી જશે હેલ્થ પર ભારે, પીતા પહેલા જાણી લો તેના નુકસાન

લસણ સાથે દૂધ પીવાથી આરોગ્યને થાય છે નુકસાન
ઘણા લોકો દૂધની સાથે લસણ મિક્સ કરીને પીવે છે. લસણમાં દૂધ મિક્સ કરીને પીવાથી ઘણા ફાયદા મળે છે. આ રીતે દૂધ પીવાથી ઘણા હેલ્થ પ્રોબ્લમ્સ દૂર થાય છે, પરંતુ આ આરોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. લસણમાં રહેલ ન્યુટ્રીએન્ટ્સ દૂધની સાથે મળતા આરોગ્ય પર ખરાબ અસર કરે છે. આવો જાણીએ લસણવાળા દૂધને પીવાથી શુ નુકસાન થાય છે.

લિવરને નુકસાન
લસણની સાથે દૂધ પીવાથી લિવર પર ખરાબ અસર પડી શકે છે. લસણમાં રહેલા એન્ટીઑક્સિડેન્ટ્સ લિવરના કામને પ્રભાવિત કરી શકે છે, તેથી લસણને દૂધની સાથે મિક્સ કરીને પીવાથી બચવુ જોઈએ.
સ્કિન એલર્જી
આ રીતે દૂધ પીવાથી સ્કિન એલર્જીની પરેશાની થઇ શકે છે. લસણમાં રહેલા પોષક તત્વો ફોલ્લીઓનુ કારણ બની શકે છે. જેના કારણે સ્કિનમાં બળતરા, ખંજવાળ અને લાલાશ થઇ શકે છે.

બ્લડ પ્રેશર
લસણની સાથે દૂધ પીવાથી બ્લડ પ્રેશર બગડી શકે છે. લસણવાળુ દૂધ ઘણી વખત બ્લડ પ્રેશર લો કરી દે છે. લો બ્લડ પ્રેશર જીવલેણ સાબિત થઇ શકે છે.
માથાનો દુ:ખાવો
લસણ વાળુ દૂધ પીવાથી માથાના દુ:ખાવાની પરેશાની થઇ શકે છે. આ રીતે દૂધ પીવુ માથાના દુ:ખાવાનુ કારણ બની શકે છે. જો કે લસણ અથવા દૂધ બંને માથાના દુ:ખાવાનુ કારણ નથી. તેમ છતા સાથે પીવાથી આ સમસ્યા આવી શકે છે.