સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે 'સફેદ તલ'નું સેવન, પરંતુ પહેલા જાણી લો આ વાત

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે 'સફેદ તલ'નું સેવન, પરંતુ પહેલા જાણી લો આ વાત

શિયાળો આવતા જ લોકો જે અમુક ખાસ વસ્તુઓનું સેવન શરૂ કરે છે તેમાં સફેદ તલનો પણ સમાવેશ થાય છે. સફેદ તલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ તેનું સેવન કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો જાણી લેવી જરૂરી છે. આજે અમે તમને આ વસ્તુઓ વિશે માહિતી આપીશું.

સફેદ તલની તાસીર

  • સફેદ તલની તાસીર ગરમ હોય છે. તેથી જ તેને ઠંડી ઋતુમાં વધુ ખાવામાં આવે છે.
  • શિયાળામાં દરરોજ સફેદ તલનું સેવન કરી શકાય છે.
  • ઉનાળામાં સફેદ તલ ઓછી માત્રામાં ખાઈ શકાય છે. ઉનાળામાં રોજ સફેદ તલનું સેવન ન કરવું જોઈએ.
  • એક દિવસમાં કેટલા ખાવા જોઈએ તલ?
  • સ્વસ્થ શરીર ધરાવતા લોકો નિયમિતપણે 50 થી 70 ગ્રામ તલનું સેવન કરી શકે છે.
  • મહિલાઓ અને બાળકોએ તલનું સેવન કરતા પહેલા હેલ્થ એક્સપર્ટની સલાહ લેવો જોઈએ.

સફેદ તલ કેવી રીતે ખાવા જોઈએ?
શેકેલા સફેદ તલના લાડુ બનાવીને અથવા બરફીના રૂપમાં ખાઈ શકાય છે. તલનું સેવન ગોળ સાથે પણ કરવામાં આવે છે.

શું તલ ખાવાથી વજન વધે છે?
જો તમને લાગે છે કે તલ ખાવાથી વજન વધે છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. સત્ય એ છે કે તલના સેવનથી વજનને નિયંત્રિત કરી શકાય છે. તલની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે જે શરીરને એનર્જી આપવાની સાથે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

સફેદ તલ સાથે સંબંધિત કેટલીક અન્ય બાબતો

  • જો તેને બદામ સાથે ખાવામાં આવે તો સાંધાના દુખાવામાં આરામ મળે છે. દાંત મજબૂત થાય છે.
  • સફેદ તલનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.
  • રાત્રે સૂતા પહેલા સફેદ તલનું સેવન કરવું દષ્ટિ સારી કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow