લોહીની ઊણપને દૂર કરવા 'કિસમિસ'નું સેવન થશે લાભદાયી, આયર્ન-વિટામિન જેવાં પોષક તત્વોથી છે ભરપૂર

લોહીની ઊણપને દૂર કરવા 'કિસમિસ'નું સેવન થશે લાભદાયી, આયર્ન-વિટામિન જેવાં પોષક તત્વોથી છે ભરપૂર

સામાન્ય રીતે આપણે ત્યાં કિસમિસનો ઉપયોગ ડેઝર્ટ કે મીઠાઇમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ અને વિટામિન જેવાં પોષક તત્ત્વોથી ભરપૂર કિસમિસ આરોગ્ય માટે કોઈ રામબાણ ઇલાજથી ઊતરતી નથી. આજે જાણીએ કે કિસમિસ ખરેખર કેટલી ફાયદાકારક છે અને તેનું સેવન ઘણી બીમારીઓ પણ દૂર કરી શકે છે.

કિસમિસ કેવી રીતે ખાવી જોઈએ?:
આ માટે એક ગ્લાસ પાણીમાં ૮થી ૧૦ કિસમિસ પલાળીને રાતે મૂકી દો. સવારે સારી રીતે નિચોવીને તે કિસમિસને ખાઇ લો અને પાણી પી લો. પાણી ન પીવું હોય તો ફેંકી દો અથવા કિસમિસને બરાબર ફેંટીને તે પાણી પી જાઓ.

લોહીની ઊણપને કરશે પૂરી:
આયર્ન ઉપરાંત કિસમિસમાં વિટામિન-બી કોમ્પ્લેક્સ પણ ઘણી માત્રામાં હોય છે. તે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદરૂપ છે. આવા સંજોગોમાં નિયમિત તેનું સેવન શરીરમાં લોહીની ઊણપ થવા દેતું નથી.

ડાયાબિટીસમાં પણ છે ફાયદાકારક:
કિસમિસમાં નેચરલ શુગર હોય છે. આવા સંજોગોમાં ડાયાબિટીસના દર્દીઓ બેફિકર થઇ તેનું સેવન કરે છે.

લિવર ડિટોક્સ માટે બેસ્ટ:
કિસમિસ શરીરમાંથી અને લિવરમાંથી ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે અને રોજ કિસમિસનું પાણી પીવાથી લિવર સ્વસ્થ રહે છે.

પાચનશક્તિ બનાવશે મજબૂત:
કિસમિસમાં ભરપૂર ફાઇબર હોય છે. તે પેટને સ્વસ્થ અને પાચનને યોગ્ય રાખે છે, સાથે-સાથે જૂની કબજિયાત પણ દૂર થાય છે.

ઇમ્યુનિટી પાવર વધારે:
કોરોનાકાળમાં ઇમ્યુનિટી વધારવા માટે કિસમિસ અસરકારક અને સસ્તો નુસખો છે, તેનાથી તમે બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શનથી બચી શકશો.

હાઇપરટેન્શનને દૂર ભગાવશે:
પોટેશિયમથી ભરપૂર હોવાના કારણે કિસમિસ હાઇપરટેન્શનના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે, તેનાથી હાઇ બીપી પણ કંટ્રોલમાં રહે છે.

સ્ટ્રેસ-ડિપ્રેશનમાં પણ અસરકારક:
ડિપ્રેશનનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ છે. જો તમે વધુ સમય સુધી સ્ટ્રેસમાં રહો તો તમને ડિપ્રેશન આવી શકે છે. રોજ કિસમિસનું સેવન કરશો તો તમે તણાવથી દૂર રહી શકશો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow