મેથીનુ સેવન કરવાથી પણ વજન ઘટી શકે, જાણો કેવીરીતે કરશો સેવન

મેથીનુ સેવન કરવાથી પણ વજન ઘટી શકે, જાણો કેવીરીતે કરશો સેવન

વજન ઘટાડવામાં મેથી ખૂબ ગુણકારી

વધતા વજનથી ઘણા લોકો પરેશાન છે, વધતા વજનથી લોકોને હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓ થાય છે. એવામાં ફિટ રહેવુ અત્યંત જરૂરી છે. જેના માટે લોકો અનેક પદ્ધતિઓ અપનાવે છે. પરંતુ શુ તમે જાણો છો, મેથીમાં એવા ગુણ હોય છે, જે તમારું વજન ઘટાડવામાં બૂસ્ટરની જેમ કામ કરે છે. મેથીના સેવનથી શરીરમાં ગરમી થાય છે તેથી શિયાળાની સિઝનમાં આ ખૂબ ફાયદાકારક હોય છે. આ પાચનતંત્ર મજબૂત કરે છે અને તમે ભોજન સરળતાથી બચાવી શકો છો.

કેવીરીતે કરશો મેથીનુ સેવન?

સૌથી પહેલા એક વાડકામાં પાણી ઉકાળવાનુ અને તેમાં મેથીને કાપીને નાખવાની છે. 3-5 મિનિટ સુધી બીજને ઢાંકીને રાખો અને પછી તેને ચાની જેમ પીવો. દરરોજ સવારે અને સાંજે તેનુ સેવન કરવાથી તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો. પરંતુ આ સાથે તમારે આ વાતનુ ધ્યાન રાખવાનુ છે કે વજન ત્યારે ઘટે છે જ્યારે આપણે પોતાની જરૂરીયાતની કેલેરીથી ઓછી કેલેરીનો ઉપયોગ કરીએ. આ ત્યારે શક્ય છે, જ્યારે તમે પોતાનો ડાયટ બેલેન્સ રાખો અને પ્રોટીન ઈનટેક પણ વધારો.

મધ અને લીંબુની સાથે કરો મેથી પાઉડરનુ સેવન

મેથીના પાઉડરને પાણીમાં નાખીને ઉકાળી લો અને ઠંડુ થતા તેને ગાળીને લીંબુ અને મધ નાખો.

મેથીના પાઉડરનુ કરો સેવન

તમે મેથીના દાણાને વાટીને તેનો પાઉડર બનાવીને પણ ગરમ પાણીની સાથે દરરોજ તેનુ સેવન કરી શકો છો. શિયાળામાં તમને શરદી-ઉધરસથી બચાવશે અને તમને અંદરથી મજબૂત કરે છે. આ સાથે વજન પણ ઘટશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow