રિટેલ લોનની માંગમા 20%થી વધુ રહી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની લોન 44 % વધી

રિટેલ લોનની માંગમા 20%થી વધુ રહી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની લોન 44 % વધી

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં વધારો જળવાઇ રહ્યો હોવા છતાં લોનની માગ ઘટવાના બદલે સતત વધી રહી છે. જાન્યુઆરી માસમાં લોનની માગ અગાઉના વર્ષની તુલનાએ 20 ટકાથી વધુ વધી છે. દેશમાં ઉપભોક્તા ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. બેંકો પાસેથી રિટેલ લોનની જોરદાર માંગ તેનો સંકેત આપે છે. IDBI કેપિટલના રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં બેન્કોની રિટેલ લોન બુક રૂ. 39.59 લાખ કરોડ હતી. જે જાન્યુઆરી 2022ના 32.87 લાખ કરોડ કરતા 20.4% વધુ રહી છે.

જાન્યુઆરી મહિનામાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોનની માંગ સૌથી વધુ 43.6% વધી હતી. આ સમયગાળા દરમિયાન બેંકોની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન બુક વધીને 36,900 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે એક વર્ષ પહેલા 25,700 કરોડ રહી હતી. 2023ના પ્રથમ મહિનામાં હાઉસિંગ લોનની ખરીદી પણ 15.4% વધીને રૂ. 18.88 લાખ કરોડ થઈ છે. દરમિયાન બેંકો પાસેથી કુલ લોનની ખરીદીમાં 16.7%નો વધારો થયો છે. તેની સરખામણીમાં ડિસેમ્બર-2022માં લોન વિતરણમાં 15.3%નો વધારો થયો હતો.

દેશમાં ઇઝી મનીનું ચલણ ઝડપી વધ્યું
બેન્કિંગ નિષ્ણાત સુલોચના દેસાઈના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડની બાકી રકમમાં 29.6%નો વધારો ચોંકાવનારો છે. મતલબ કે દેશમાં ઈઝી મનીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. એટલે કે લોકો નાની જરૂરિયાતો માટે પણ લોન લઈ રહ્યા છે. તેનાથી ક્રેડિટ રિસ્ક વધી રહ્યું છે.

માંગ કરતાં ફંડનો સપ્લાય ઓછો| લોનની માંગ વધવાને કારણે બેંકો પાસે રોકડ ઘટી રહી છે. બેંક ઓફ બરોડાના એક સંશોધન અહેવાલ મુજબ 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં ફંડનો સપ્લાય માંગ કરતાં લગભગ રૂ. 4 લાખ કરોડ ઓછો રહેશે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow