ભોજન કર્યા બાદ કરો આ એક ડ્રિંકનું સેવન! હાર્ટ હેલ્ધી રહેવાની સાથે શરીરને મળશે ગજબના ફાયદા

ભોજન કર્યા બાદ કરો આ એક ડ્રિંકનું સેવન! હાર્ટ હેલ્ધી રહેવાની સાથે શરીરને મળશે ગજબના ફાયદા

લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો સવારે ખાલી પેટે લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે જમ્યા પછી હુંફાળું પાણી પીવો છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે સાથે જ પેટ સંબંધી સમસ્યાઓમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે જે તમારા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.

ભોજન કર્યા બાદ લીંબુ પાણીના ફાયદા
નહીં થાય પેટ સંબંધી સમસ્યાઓ
જો તમે જમ્યા પછી ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીતા હોવ તો તે પાચનમાં મદદ કરે છે. સાથે જ તે અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર રાખે છે. તેથી તમે ખોરાક ખાધા પછી લીંબુ પાણીનું સેવન કરી શકો છો.

ઈમ્યૂનિટી થાય છે મજબૂત
શરીરની ઈમ્યૂનિટી ક્ષમતા વધારવામાં ગરમ પાણી અને લીંબૂ પાણીનું મિશ્રણ ખૂબ લાભકારી થાય છે. વિટામિન સી એન્ટીઑકિસડન્ટો અને એન્ટીઈન્પ્લેમટરી ગુણોથી ભરપૂર હોય છે જે તમને શરદી, તાવથી તમને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ
લીંબૂ પાણી એક બેસ્ટ ડિટોક્સ ડ્રિંક છે. આ તમારા શરીરના ટોક્સિન્સ, હાનિકારક કણોને બહાર કરવામાં મદદ કરે છે. માટે તમે દરરોજ ભોજન કર્યા બાદ લીંબૂ પાણી જરૂર પીવું જોઈએ.

હૃદય સ્વસ્થ રહે છે
જો તમે નિયમિત જમ્યા પછી ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને સેવન કરો છો તો તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.આટલું જ નહીં જો તમે રોજ લીંબુ પાણીનું સેવન કરો છો તો જમ્યા પછી તમને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યા નહીં થાય.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow