રોજ સવારે આટલી વસ્તુનું સેવન કરો ને સ્વસ્થ રહો, પાચનતંત્રના રોગો થશે જડમૂડથી દૂર, રહેશો કિલકિલાટ

રોજ સવારે આટલી વસ્તુનું સેવન કરો ને સ્વસ્થ રહો, પાચનતંત્રના રોગો થશે જડમૂડથી દૂર, રહેશો કિલકિલાટ

લોકો સવારે ઊઠીને નાસ્તામાં અલગ અલગ ચીજો ખાવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક તેઓ એવી વસ્તુઓનું સેવન કરી બેસે છે કે આરોગ્યને નુકસાન થાય છે. તેની સૌથી પહેલી અસર પેટ પર થાય છે. પાચનતંત્ર ધીમું થવાથી પેટ સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ બધી વસ્તુઓથી બચવા માટે સવારે સીધો નાસ્તો કરવાની જગ્યાએ કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ, તેનાથી શરીરને બધાં તત્ત્વ મળે અને આરોગ્યને ફાયદો પણ થાય.

તુલસીઃ
તુલસીમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ ગુણ ભરપુર માત્રામાં હોય છે. આવા સંજોગોમાં શરીર બીમારીઓથી બચવામાં મદદ કરે છે. આમ તો ઘણા લોકો ચામાં તુલસી પાન નાખીને તેનું સેવન કરે છે, પરંતુ સવારે ખાલી પેટ તુલસીનાં પાનનું સેવન કરવાથી ઇમ્યૂનિટી   સ્ટ્રોંગ થાય છે અને સિઝનલ શરદી અને તાવમાં પણ ખૂબ જ ફાયદો થાય છે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/વજન' title='વજન'>વજન</a> ઓછુ કરવા તમે પણ ગરમ પાણીમાં લીંબુ મિક્ષ કરીને પીવો છો? તેનાથી ફાયદો  કેટલો થાય છે? જાણો હકીકત | weight loss can lemon warm water on an empty  stomach really help

લીંબુ-મધઃ
રોજ સવારે હૂંફાળાં પાણીમાં લીંબુના રસનાં ટીપાં અને મધ મિક્સ કરીને પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. સાથે સાથે વજન પણ કન્ટ્રોલમાં રહે છે.

છાતીમાં કફનો ભરાવો, ઘૂંટણનો દુખાવો અને તાવની રામબાણ દવા છે અજમો, આ દેશી  ઉપાય તરત મટાડી દેશે | Must Know Benefits Of Carom Seeds for winter


અજમોઃ
અજમામાં રહેલાં પોષક તત્ત્વ ખાવાનો સ્વાદ વધારવાની સાથે પેટને પણ તંદુરસ્ત રાખે છે. રોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી રાહત મળે છે. તેમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ ડાયાબિટિસ થવાના ખતરાને ઘટાડે છે. સાથે શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે.
ગ્રીન ટીઃ
જે લોકો પોતાનાં વધુ પડતાં વજનથી પરેશાન છે, તે લોકોએ તો ખાલી પેટ હર્બલ કે ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ. તેનાં સેવનથી વેઇટલોસ થવાની સાથે સાથે ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનેે છે.
બદામઃ
રોજ સવારે આખી રાત પલાળેલી બદામ ખાવાથી શરીરને જરૂરી તમામ પોષક તત્ત્વ યોગ્ય માત્રામાં મળે છે. આખો દિવસ શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ રહે છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow