શિયાળામાં આ વસ્તુઓનું કરો સેવન! શરદી-ખાંસીની સમસ્યા રહેશે દૂર, જાણો ઘરગથ્થુ ઉપાય

શિયાળામાં આ વસ્તુઓનું કરો સેવન! શરદી-ખાંસીની સમસ્યા રહેશે દૂર, જાણો ઘરગથ્થુ ઉપાય

શિયાળાની ઋતુ ચાલી રહી છે એવામાં શરદી અને ખાંસી ઝડપથી થઈ જાય છે. શિયાળાની ઋતુમાં ખાંસી, શરદી, વાયરલ અને ફ્લૂ જેવી બીમારીઓ થવી સામાન્ય વાત છે. તેથી જ આ સિઝનમાં લાઈફસ્ટાઈલ અને આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.

આદુ
આદુનું સેવન શરદીના તમામ લક્ષણોથી રાહત મેળવવા માટે મદદ કરે છે. આદુ ગરમ હોવાની સાથે જ એન્ટીઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે બંધ નાક, ગળાના દુખાવા સહિત અનેક રોગોમાં રાહત આપે છે. તેનું સેવન કરવા માટે તમે આદુની ચા લઈ શકો છો.

લસણ
શિયાળાની ઋતુમાં લસણનું સેવન અવશ્ય કરવું જોઈએ. આવું એટલા માટે કારણ કે લસણની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે અને શરદી, ફ્લૂ જેવી બીમારીઓથી બચાવે છે.

મધ
શિયાળાની ઋતુમાં મધનું સેવન અવશ્ય કરવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે મધ તમારા શરીરને ગરમ રાખવાની સાથે ગળાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે.

ડ્રાયફ્રૂટ્સ
દરેક ઋતુમાં સૂકો મોવો ખાઈ શકાય. પરંતુ જો તમે શિયાળામાં તમારા દિવસની શરૂઆત સૂકા મેવાથી કરો છો, તો તમે ખાંસી અને શરદીથી બચી શકો છો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow