વજન વધારવા માટે દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું કરો સેવન, શરીર બની જશે સુડોળ અને તંદુરસ્ત

વજન વધારવા માટે દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું કરો સેવન, શરીર બની જશે સુડોળ અને તંદુરસ્ત

લગભગ દરેક દુબળી પાતળી વ્યક્તિ પોતાનું વજન વધારવા માંગે છે અને તે માટે અનેક ઉપાય પણ અપનાવે છે.  

આ ઉપાયથી ફાયદો પણ થાય છે. અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમારું શરીર સુડોળ બની જશે.  

દૂધ એક એવી વસ્તુ છે, જેનો રોજ અલગ અલગ વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. દૂધને સર્વાહાર કહેવામાં આવે છે, જેનાથી શરીરમાં તાકાત આવે છે.  

આ કારણોસર બાળપણથી બાળકોને દૂધ પીવાની આદત પાડવામાં આવે છે. દૂધથી વજન વધે છે. વજન વધારવા માટે તમારે દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવાની રહેશે, જેના થોડા દિવસ પછી તમારું શરીર સુડોળ બની જશે. દૂધ સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

દૂધ અને કેળા

જે લોકો દુબળા પાતળા છે, તે લોકોએ કેળા અને દૂધ મિશ્ર કરીને ખાવા જોઈએ. જેનાથી મેટાબોલિક રેટમાં વૃદ્ધિ થાય છે. શરીરની કેલરીમાં વૃદ્ધિ થાય છે અને વજન ઝડપથી વધે છે.

દૂધ અને દલિયા

દૂધ અને દલિયા વજન વધારવાની સાથે આરોગ્ય માટે પણ લાભદાયી છે. નિયમિતરૂપે દૂધ અને દલિયાનું સેવન કરવાથી વજન વધે છે. જે લોકો વજન વધારવાનું વિચારી રહ્યા છે, તેમણે તેમની ડાયટમાં દૂધ અને દલિયા જરૂરથી શામેલ કરવા જોઈએ.

દૂધ અને ભાત

દૂધ અને ભાત વજન વધારવા માટે ખૂબ જ લાભદાયી છે. દૂધ અને ભારત કેલરી તથા કાર્બ્સમાં વૃદ્ધિ કરે છે. પેટ ભરીને ખાવાથી વજન પણ વધે છે.

દૂધ અને બટાકા

દૂધ અને બટાકામાં ઉચ્ચ માત્રામાં કેલરી અને કાર્બ્સ રહેલા હોય છે. જો તમે વજન વધારવાનું વિચારી રહ્યા છે, તો ડાયટમાં દૂધ અને બટાકા જરૂરથી શામેલ કરવા જોઈએ.

દૂધ અને મધ

જે લોકોનું શરીર ખૂબ જ પાતળું છે, તેમણે દૂધ અને મધ મિશ્ર કરીને તેનું સેવન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ઝડપથી વજન વધે છે. ગણતરીના દિવસોમાં તમારું શરીર સુડોળ બની જશે.

દૂધ અને કિશમિશ

દુબળા પાતળા લોકો માટે દૂધ અને કિશમિશ રામબાણ તરીકે કામ કરે છે. દુધ અને કિશમિશ મેટાબોલિક એક્ટિવિટીમાં વૃદ્ધિ કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow