શિયાળામાં આ રીતે કરો છાસનું સેવન, સ્કીન પર જોવા મળશે નેચરલ ગ્લો, સ્વાસ્થ્યને થશે બીજા પણ ઘણા ફાયદા

શિયાળામાં આ રીતે કરો છાસનું સેવન, સ્કીન પર જોવા મળશે નેચરલ ગ્લો, સ્વાસ્થ્યને થશે બીજા પણ ઘણા ફાયદા

મોટાભાગના લોકો છાશ પીવાનું પસંદ કરે છે. પરંતુ તેનું સેવન ઉનાળામાં વધુ કરવામાં આવે છે. જ્યારે શિયાળાની ઋતુમાં યોગ્ય રીતે છાશનું સેવન કરવામાં આવે તો સ્કિનની હેલ્થમાં જબરદસ્ત સુધારો થઈ શકે છે. આટલું જ નહીં તેને રોજિંદા ડાયેટમાં સામેલ કરવાથી તમારી ઉંમર 10 વર્ષ સુધી નાની દેખાવા લાગશે.

આ સ્કીમ પ્રોબ્લેમ્સમાં રાહત આપે છે છાસ
ગાલ પર ગુલાબી ચમક મેળવવાની વાત હોય, ત્વચાની ચમક વધારવી હોય કે પછી એક્ને, ઈચિંગ અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય. છાશનું નિયમિત સેવન તમને ઘણી મદદ કરશે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણી ત્વચા સ્વસ્થ, સ્વચ્છ અને ગ્લોઈંગ રહે.

આ માટે મોટાભાગના લોકો ક્રિમ, ફેશિયલ, ફેસ પેકથી લઈને મોંઘી પાર્લર ટ્રીટમેન્ટ સુધી શું નથી કરતા. પરંતુ જો તમે અહીં જણાવેલી પદ્ધતિથી શિયાળાની ઋતુમાં કોઈ ચોક્કસ સમયે દરરોજ છાશનું સેવન કરશો તો તમારી ત્વચામાં કુદરતી ચમક આવશે.‌

શિયાળામાં છાશ પીવાની રીત

  • શિયાળાની ઋતુમાં તમારે મુખ્યત્વે સાદી છાશનું સેવન કરવું જોઈએ અને ગોળ સાથે તેનો ઉપયોગ કરવો જોઈએ.
  • સવારે 11 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે છાશનું સેવન કરો. ફક્ત ધ્યાનમાં રાખો કે ભોજન કર્યા પછી તરત જ ન લો.
  • જ્યારે પણ તમે જમ્યા પછી આ છાશનું સેવન કરો ત્યારે ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખો. તેનાથી પાચનતંત્ર સુધરશે.
  • હવે તમારા મનમાં એક પ્રશ્ન આવી શકે છે કે છાશ પાચનશક્તિ વધારે છે અને તે ખાવાની સાથે પણ લેવામાં આવે છે. તો પછી ખાધા પછી ગેપ રાખવાની શું જરૂર છે? તમે ભોજનની સાથે તડકા છાસ અથવા નમકીન છાસ લો છો. પ્લેન છાસ પણ લો છો તો તેનું સેવન ગોળની સાથે નથી કરતા.

છાસની સાથે ગોળનું સેવન કેમ કરવું જોઈએ?

  • જ્યારે તમે સાદી છાશ સાથે ગોળનું સેવન કરો છો, ત્યારે આ બંને ખોરાક એકબીજાના ગુણધર્મોને સંતુલિત કરવાનું પણ કામ કરે છે. ઉદાહરણ તરીકે, છાશની તાસીર ઠંડી હોય છે. જે શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસનું કારણ બની શકે છે. પરંતુ જ્યારે તમે ગોળ સાથે તેનું સેવન કરો છો તો તેની ઠંડકની અસર ખતમ થઈ જશે કારણ કે ગોળની તાસીર ખૂબ જ ગરમ હોય છે.
  • ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને છાશમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વો જોવા મળે છે. આ ત્રણેય ગુણધર્મો સ્કિન સેલ્સને હેલ્ધી રાખવા, સ્કીન ટોનને સુધારવા અને મેલાનિનની અસરો ઘટાડવા માટે જરૂરી છે. આ જ કારણ છે કે જ્યારે ગોળ સાથે છાશનું સેવન કરવામાં આવે છે, ત્યારે સ્કીન હેલ્થમાં ઝડપી અને મોટા સુધારાઓ જોવા મળે છે.
  • ગોળમાં મિનરલ્સ હોય છે અને છાશમાં કુદરતી મોઇશ્ચરાઇઝિંગ પ્રોપર્ટીઝ હોય છે. તેથી જ્યારે તેને એકસાથે ખાવામાં આવે છે ત્યારે છાશ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે અને ગોળમાં જોવા મળતા ગુણો શરીરમાં આ મોઈશ્ચરને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે. એટલા માટે તેમના ઉપયોગથી ત્વચામાં વધુ પડતી ડ્રાયનેસની સમસ્યા નથી રહેતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow