રાજકોટના કેનાલ રોડ પર અપ્પુ પેઇન્ટના વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ

રાજકોટના કેનાલ રોડ પર અપ્પુ પેઇન્ટના વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ રહેતા અને કન્સલ્ટન્સી કંપનીમાં ચીફ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા સુભાષભાઇ હરિશચંદ્ર જયસ્વાલે નોંધાવેલી ફરિયાદ મુજબ, નામાંકિત એશિયન પેઇન્ટ કંપનીના માલ વેચાણમાં ગુનાહિત કૃત્ય થતું હોવાની અમારી કંપનીમાં ફરિયાદ આવી હતી. જેની તપાસ કરવા માટે પોતાને જણાવાયું હતું. જેથી ગત તા.24-4ના રોજ રાજકોટના કેનાલ રોડ પર આવેલી અપ્પુ પેઇન્ટ નામની દુકાને ગયા હતા. જ્યાંથી એશિયન પેઇન્ટના પ્રોડક્ટની ખરીદી કરી હતી. ખરીદ કરેલા માલનું વેપારીએ બિલ આપ્યું હતું.

બાદમાં ખરીદેલા એશિયન પેઇન્ટ કંપનીના બકેટ ચેક કરતા કંપનીએ બકેટમાં લગાડેલા બારકોડ તેમજ ક્યુઆર કોડ ભૂંસી નાખેલા જોવા મળ્યા હતા. આ બારકોડ તેમજ ક્યુઆર કોડથી પ્રોડક્ટ સંલગ્ન તમામ માહિતી તેમાંથી મળી શકે છે.અપ્પુ પેઇન્ટ નામની દુકાન ધરાવતા વેપારી ચિરાગ મહેન્દ્ર ઉદેશી (રે.મિલપરા 8-20) ઉપરોક્ત નામાંકિત પેઇન્ટ કંપનીનો મોટી માત્રામાં માલ વેચે છે અને તેમાં લગાડાયેલા બારકોડ અને ક્યુઆર કોડ ભૂંસી નાખતો હોવાની માહિતી મળી હતી. ચોક્કસ માહિતી મળ્યા બાદ એ ડિવિઝન પોલીસમાં અરજી આપી હતી.

જે અરજીના આધારે આજે પોલીસને સાથે રાખી અપ્પુ પેઇન્ટની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન માલિક ચિરાગ ઉદેશી મળી આવ્યો હતો. દુકાનમાં તલાશી લેતા દુકાનમાંથી રૂ.1.75 લાખની કિંમતના કુલ 24 બેકેટ મળી આવ્યા હતા. જે તમામ બેકેટ ચેક કરતા તેમાં લગાડાયેલા બારકોડ તેમજ ક્યુઆર કોડ ભૂંસી નાખેલા હતા. આમ રાજકોટના વેપારીએ નામાંકિત કંપની સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે વેપારીની ધરપકડ કરી છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow