ભરૂચમાં રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ભાજપના બે નેતા સહિત 11 સામે ફરિયાદ

ભરૂચમાં રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ભાજપના બે નેતા સહિત 11 સામે ફરિયાદ

ભરૂચમાં એક લગ્ન પ્રસંગ બાદ કેટલાંક શખ્સોએ મંડપમાં બેઠા-બેઠા રાષ્ટ્રગીત ગાવા સાથે રાષ્ટ્રગીત વખતે પાલન કરવાના નિયમોનો ભંગ કર્યો હતો. ભાજપના આગેવાનો સહિત 11 શખ્સોએ રાષ્ટ્રગીત ગાવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. મામલામાં ભરૂચ બી ડિવિઝન પોલીસે જાતે જ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી હતી.

રાષ્ટ્રગીત વખતે પાલન કરવાના નિયમોનો ભંગ કર્યો
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતાં ઐયુબ ઇબ્રાહિમ પટેલની પુત્રીનો રાત્રીના સમયે લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગમાં ભાજપના આગેવાનો-કાર્યકરો સહિત 11 જણાએ મંડપમાં જ રાષ્ટ્રગીતનું ગાન શરૂ કર્યું હતું. જેમાં પાંચ શખ્સોએ ખુરશીમાં બેઠા બેઠા જ્યારે અન્ય 5 શખ્સોએ સાવધાન અવસ્થામાં ઉભા રહ્યાં વિના રાષ્ટ્રગીતનું પઠન કર્યું હતું. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉહાપો થયો છે. અરસામાં ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે જાતે જ ફરિયાદી બની વિડિયોમાં દેખાતાં તમામ 11 લોકો વિરૂદ્ધ હાલમાં ગુનો નોંધ્યો છે.

વિડિયો વાયરલ થતાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો ​​​​​​​
​​​​​​​ઉપરાંત તેમણે તેઓ ગીત ગાતા હોવાનો વીડિયો જે મોબાઇલમાં રેકોર્ડિંગ કર્યું હતું. તે મોબાઇલ પણ કબજે કરી પ્રાથમિક તબક્કે તમામની અટકાયત કરી હતી. મોબાઇલને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે તેનો રિપોર્ટ આવ્યે તેમની સામેે રાષ્ટ્રદ્રોહની કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ વિભાગમાંથી જાણવા મળ્યું હતું. .

એફએસએલ ના રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે
વાયરલ થયેલાં વીડિયોમાં દેખાતાં તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. ઉપરાંત વીડિયો બનાવવામાં વપરાયેલો મોબાઇલ પણ તેમણે કબજે કર્યો છે. ત્યારે પોલીસે મોબાઇલને એફએસએલમાં મોકલી વીડિયો સાથે કોઇ છેડછાડ કે અન્ય કોઇ કૃત્ય થયુ નથી તે અંગેનો સચોટ રિપોર્ટ મેળવ્યાં બાદ તેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઝડપાયેલાં પૈકી બે ભાજપના આગેવાન
સઇદ આદમ રોકડિયા હાલમાં થયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભરૂચના વોર્ડ નંબર 1માં ભાજપ તરફે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઝૂબેર ઉર્ફે ઇમરાન ઇસ્માઇલ પટેલ ભાજપના લઘુમતિ મોરચાના મહામંત્રી તરીકેના પદ પર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આરોપીઓના નામ

  • ઐયુબ ઈબ્રાહીમ પટેલ ( જેમની પુત્રીના લગ્ન હતાં)
  • જુબેર ઈસ્માઈલ પટેલ
  • સલીમ અબ્દુલ ધીરા
  • ઈરફાન મુબારક પટેલ
  • નાસીર ઈસ્માઈલ સમનીવાલા
  • વસીમ શબીર નવાબ
  • ઝુલ્ફીકાર આદમ રોકડિયા
  • જાવેદ સિદ્દીક ધોળાટ
  • સઈદ આદમ રોકડિયા
  • ઉસ્માન ઇસ્માઈલ પટેલ
  • સરફરાજ અલી પટેલ

નિયમોથી અજાણ હોવાની કેફિયત
પોલીસે ઘટનાને પગલે જાણવા જોગ ગુનો નોંધ્યાં બાદ તુરંત એક્શનમાં આવી તમામ આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. તેમની પુછપરછમાં તેમણે કેફિયત રજૂ કરી હતી કે, તેઓને રાષ્ટ્રગીત ગાવા માટેના જે નિયમો છે તે અંગે તેઓ વાકેફ ન હોવાને કારણે તેમનાથી ભુલ થઇ છે તેેવી તેમણે પ્રાથમિક તબક્કે કબુલાત પણ કરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow