6.5 લાખ કારનો ઑર્ડર પૂરો કરવા માટે કંપનીઓએ 25% ઉત્પાદન વધાર્યું!

6.5 લાખ કારનો ઑર્ડર પૂરો કરવા માટે કંપનીઓએ 25% ઉત્પાદન વધાર્યું!

આ વખતે તહેવારોની સિઝનમાં રેકોર્ડતોડ ઓપનિંગ થવાનાં એંધાણ છે. હાઉસિંગ અને ઑટોમોબાઇલ સેક્ટરમાં ગજબની તેજી જોવાઈ રહી છે. 2022-23માં મકાનોનું વેચાણ ગત વર્ષ કરતાં 48% વધીને રૂ. 3.47 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે અત્યાર સુધીનું વિક્રમી વેચાણ છે. રિઝર્વ બૅન્કે બેન્ચમાર્ક વ્યાજદરો (આમાં હોમલોન પણ સમાવિષ્ટ છે.)માં ફેરફાર ન કરવાની જાહેરાત કરી હોવાથી પણ તહેવારોની મોસમમાં ઘરનું વેચાણ 35-40% સુધી વધી શકે છે. આ જ રીતે કારનું વેચાણ પણ 30-35%ના વધારા સાથે 10 લાખને પાર જઈ શકે છે.

ઈટી હાઉસિંગ ફાઈનાન્સ સમિટ અનુસાર દેશમાં દર વર્ષે 1 હજાર વ્યક્તિ દીઠ 5 ઘરની જરૂરિયાતની સામે માત્ર 3 ઘર બની રહ્યાં છે. આ સ્થિતિમાં શહેરી વિસ્તારોમાં અંદાજે 1 કરોડ ઘરની ઘટ છે અને રોકેટગતિએ વધી રહેલી શહેરોની વસ્તીને જોતાં વર્ષ 2030 સુધીમાં અંદાજે 2.5 કરોડથી વધુ ઘરની માગ વધી જશે. વર્ષ 2022-23માં કુલ 3.79 લાખ મકાન વેચાયાં હતાં, જે ગત નાણાકીય વર્ષ કરતાં 36% વધુ છે. ખાનગી બજારના રોકાણકાર બ્લૅકસ્ટોન દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં 3.8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છે અને 2030 સુધીમાં વધુ 1.7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઑટો સેક્ટરમાં મારુતિ, હ્યુંડાઈ, કિયા, તાતા અને મહિન્દ્રા વગેરે કંપનીઓએ 6.5 લાખ કારનો ઑર્ડર પૂરો કરવા માટે 25% ઉત્પાદન વધારી દીધું છે. સાણંદ, માનેસર, ચેન્નાઈ, પૂણે જેવાં ઉત્પાદન સ્થળે કર્મચારીઓના કામના કલાકો વધારી દેવાયા છે અને સાપ્તાહિક રજા પણ બંધ કેન્સલ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow