કોમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રીનું વોલ્યૂમ FY24માં 7-10% રહેશે

કોમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રીનું વોલ્યૂમ FY24માં 7-10% રહેશે

દેશમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ, રિપ્લેસમેંટ માંગ, સ્કૂલ અને ઓફિસની ગતિવિધિઓના ધમધમાટ તેમજ ઇ-કોમર્સના વિસ્તરણને પગલે કોમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રીનું વોલ્યૂમ 7-10 ટકાની રેન્જમાં વધવાનો અંદાજ છે. જો કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગ્રોથ 24-26 ટકાની વચ્ચે જોવા મળે તેવી શક્યતા છે.

ઇકરા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે હોલસેલ વેચાણમાં 16 ટકાના ગ્રોથને કારણે ગ્રોથનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ખાસ કરીને રિપ્લેસમેન્ટ માંગમાં વૃદ્ધિ, મેક્રોઇકોનોમિક માહોલમાં સુધારો, સ્ટીલ, સીમેન્ટ, માઇનિંગ, ઓટોમોબાઇલ તેમજ ઇ-કોમર્સમાં સુધારાને પગલે ગ્રોથનો ગ્રાફ ઉંચો રહ્યો હતો. ઇકરા અનુસાર ત્રણે સબ-સેગમેન્ટ્સ મીડિયમ એન્ડ હેવી કોમર્શિયલ વ્હીકલ્સ, લાઇટ કોમર્શિયલ વ્હીકલ્સ (LCV) તેમજ બસ જેવા દરેક સેગમેન્ટમાં ગ્રોથનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

ઇકરાના શ્રુથી થોમસે જણાવ્યું હતું કે જૂના વાહનોના રિપ્લેસમેન્ટમાં તેજી, માઇનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ પ્રવૃત્તિઓમાં વધારો, મેક્રો ઇકોનોમિક માહોલમાં સુધારો જેવા પરિબળોને કારણે સ્થાનિક સીવી ઇન્ડસ્ટ્રીના વેચાણને આગળ પણ વેગ મળશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow