અહીં પાણીથી સસ્તું છે કોલ્ડ ડ્રિંક, લોકોએ તેને સંસ્કૃતિનો ભાગ બનાવ્યો, પરિણામે મૃત્યુ દર બમણો થયો

અહીં પાણીથી સસ્તું છે કોલ્ડ ડ્રિંક, લોકોએ તેને સંસ્કૃતિનો ભાગ બનાવ્યો, પરિણામે મૃત્યુ દર બમણો થયો

મેક્સિકોના ચિયાપસ શહેરના રહેવાસી પાણીની જગ્યાએ કોલ્ડ ડ્રિંક્સ પી રહ્યા છે. આટલુ જ નહીં કોલ્ડ ડ્રિંક્સ તેમની સંસ્કૃતિનો ભાગ બની ગયુ છે. આની પાછળનું કારણ છે કે ત્યાં કોલ્ડ ડ્રિંકની કિંમત પાણીથી સસ્તી છે. પરિણામે લોકો પોતાના રોજીંદા કાર્યોમાં પણ તેનો ઉપયોગ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે તેને પીવાથી પાછલા એક દાયકામાં ત્યાં મૃત્યુ દર બમણો થઈ ગયો છે.

શાળાઓમાં બાળકોને કોલ્ડ ડ્રિંક્સ પીવાથી થતા નુકસાન વિશે કહેવામાં આવે છે. તેમ છતાં કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ અહીં પાણીની જગ્યાએ કરવામાં આવી રહ્યો છે. અહીં રોજ લોકો સરેરાશ લગભગ 2 લીટર અને વર્ષમાં 800 લીટર સુધી કોલ્ડ ડ્રિંક્સ પી જાય છે. પરિણામે બાળકોથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી બધાં તેનો ઉપયોગ વધારે માત્રામાં કરી રહ્યા છે. ત્યાંના લોકો તેનાથી થતાં નુકસાનને સમજે છે. તેઓ પણ માને છે કે હવે લોકોને તેનું વ્યસન થઈ ગયુ છે. તેમ છતાં તેમની પાસે કોઈ વિકલ્પ નથી.

આશ્ચર્યની વાત તો એ છે કે ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ પાણીની જગ્યાએ કોલ્ડ ડ્રિંકનો છંટકાવ કરે છે. અને પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે. પરિણામ એ છે કે તે એરિયામાં દર વર્ષે લગભગ 3 હજાર લોકોના મૃત્યુ ડાયાબિટીસને કારણે થઈ રહ્યા છે. કારણ કે આપણા શરીરને બહારથી લીધેલી સુગરની જરુર હોતી નથી. આપણા શરીરમાં સુગરની જરુરત દૂધ, ફળ વગેરેથી પૂરી થઈ જાય છે. જો તમે તેના વ્યસની થઈ ચૂક્યા છો તો ડાયટ કોક પીવાની કોશિશ કરવી.

750 MLની બોટલમાં હોય છે 40 ગ્રામ સુધી સુગર
અમેરિકા હાર્ટ એસોસિએશન અનુસાર કોલ્ડ ડ્રિંકમાં સૌથી નુકસાનકારક સુગર છે. પુરુષને 36 ગ્રામ સુધી સુગર રોજ લેવાથી કોઈ નુકસાન નથી થતુ. મહિલાઓ માટે 25 ગ્રામની લિમિટ છે. કોલ્ડ ડ્રિંકમાં 750 મિલી. ની બોટલમાં 40 ગ્રામ સુગર હોય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow