માગશર મહિનામાં શિવ પૂજાનો સંયોગ

માગશર મહિનામાં શિવ પૂજાનો સંયોગ

આજે ધૃતિ, સર્વાર્થ સિદ્ધિ, પ્રજાપતિ અને અમૃત સિદ્ધિ યોગમાં પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આ ચાર શુભ યોગમાં શિવ-પાર્વતી પૂજાનું ફળ અનેકગણું વધી જશે. આ વ્રત ભગવાન શિવનો આશીર્વાદ મેળવવા માટે ખાસ હોય છે. 22મીએ માસિક શિવરાત્રિ છે. આ દિવસ પણ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે પણ શિવપૂજા સાથે વ્રત રાખવામાં આવે છે. બીજા દિવસે એટલે 23 ડિસેમ્બરે માગશર મહિનાની અમાસ છે. આ દિવસે શુક્રવાર હોવાથી શુભ સંયોગ બની રહ્યો છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શુક્રવારે અમાસનું હોવું શુભ હોય છે.

પ્રદોષ અને માસિક શિવરાત્રિ પૂજા
પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવાનું વિધાન છે. સવારે ઘરના જ પાણીમાં પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને સ્નાન કરવામાં આવે છે. પૂજા સ્થાનને સાફ અને પવિત્ર કરીને પૂર્વ દિશામાં મોં રાખીને ભગવાન શિવ-પાર્વતી સાથે જ ગણેશજી અને કાર્તિકેયજીની પૂજા કરવામાં આવે છે.

શિવજીને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. આંકડાના ફૂલ, બીલીપત્ર, અક્ષત, ધતૂરો વગેરે દ્વારા પૂજા કરીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તે પછી કામના પૂર્તિ અથવા જે કોઈ ખાસ પ્રયોજન માટે પ્રદોષ વ્રત કરી રહ્યા છો તેનું ઉચ્ચારણ કરીને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. સાથે જ, આખો દિવસ કશું જ ખાધા વિના સંયમથી રહીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.

સાંજે પ્રદોષ કાળમાં ભગવાન શિવનું વિધિ-વિધાનથી પૂજન કરો. અભિષેક કરો. પ્રદોષ વ્રતની કથા સાંભળો અથવા વાંચો. પ્રદોષ કાળ સૂર્યાસ્તથી લગભગ 1 કલાક પહેલાં હોય છે. તે સમયે જ પ્રદોષનું પૂજન સંપન્ન કરવું જોઈએ. શનિવાર હોવાથી આ દિવસે શનિદેવની પૂજા પણ કરી શકાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow