ચંદીગઢમાં ફાઇટર જેટ એસ્કેપ સિસ્ટમનું ટેસ્ટિંગ
ચંદીગઢમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ મંગળવારે વિમાન દુર્ઘટના દરમિયાન પાઇલટને બચાવતી સ્વદેશી ફાઈટર જેટ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કર્યું.
જે રેલ ટ્રેક રોકેટ સ્લેડ (RTRS) નામની લાંબી પાટાવાળી ખાસ ટેસ્ટિંગ ટ્રેક પર કરવામાં આવ્યું, જ્યાં સિસ્ટમને લગભગ 800 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી લઈ જવામાં આવી.
આ દરમિયાન 3 બાબતોની સફળતાપૂર્વક તપાસ કરવામાં આવી છે- જેમાં વિમાનની છત (કેનોપી) યોગ્ય રીતે ફાટીને અલગ થઈ કે નહીં, ઇજેક્શન સીટ યોગ્ય ક્રમમાં બહાર નીકળી કે નહીં, પાઇલટને સંપૂર્ણપણે બચાવી શકાય છે કે નહીં.
આ પરીક્ષણ DRDOએ ADA (એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી) અને HAL સાથે મળીને કર્યું.
રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDO, IAF, ADA અને HALને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ પરીક્ષણ ભારતને સંરક્ષણ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલું છે. બાદમાં તેમણે આ માહિતી X પર પણ આપી.