CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ માટે બનાવ્યું ટાઈમટેબલ

રાજ્યમાં નવી સરકાર સચાયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનો માટે કડક નિયમો બનાવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ માટે આખા અઠવાડિયાનું આયોજન ઘડી ટાઈમટેબલ બનાવ્યું છે.જેમાં હવેથી માત્ર સોમવારે જ સામાન્ય મુલાકતીઓ માટે સમય ફાળવવામાં આવશે. ઉપરાંત દર મંગળવાર MLA અને તેમની સાથે મુલાકાતી માટે અનામત રાખવામાં આવ્યો છે. તમામ પ્રધાનો બુધવારે કેબિનેટ બાદ cm ને મળી શકશે. શુક્રવાર સાંજ સુધી તમામ મંત્રીઓએ મંત્રાલયમાં રહેવું પડશે.
મંત્રીઓને કાર્યાલયમાં નવા નિયમ સંદર્ભે જાણ કરાઈ
વધુમાં મુલાકાતીઓએ મુલાકાત વેળાએ પોતાના મોબાઈલ બહાર જમા કરાવવા પડશે.પ્રધાનોએ પોતાના વિભાગની સતત બેઠક કરવા અંગે પણ ઉચ્ચ કક્ષાએથી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.ગુડ ગવર્નન્સની વાતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલમા રજૂઆત કરવા આવતા મંત્રીઓ, લોકો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુખ્યમંત્રી અને મંત્રીઓ મળવા માટે પહોંચતા હોય છે. જેથી કામમાં અવરોધ ઉભા થતા હોવાથી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
મોબાઈલ બહાર રાખી કરી શકશે મુલાકાત
મહત્વનું છે કે રાજ્ય સરકારમા વધુ બહુમતી હોવાથી કામની જવાબદારી વધી છે જો કામમાં અવરોધ થાય તો સરકાર પર આરોપો લાગી શકે છે આથી સરકાર એલર્ટ મોડમાં કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે સરકારે કડક વલણ અપનાવ્યું છે. વધુમાં પહેલા મંત્રીઓ પોતાના કામને લઈને મુખ્યમંત્રીને સીધા મળી શકતા હતા. ત્યારે નવા નિયમમાં કોઈપણ કામ માટે સીધા મુખ્યમંત્રીને મળવાને બદલે મંજુરી અને પહેલા જેતે વિભાગના મંત્રીને રજુઆત કરવી ફરજિયાત કરાઈ છે.