દેશમાં આવકવેરો ચૂકવનારા નાગરિકો એક કરોડ પણ નથી, 48% હિસ્સો એકલા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યનો

દેશમાં આવકવેરો ચૂકવનારા નાગરિકો એક કરોડ પણ નથી, 48% હિસ્સો એકલા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યનો

કદાચ તમને જાણીને નવાઇ લાગશે કે આપણા દેશમાં માત્ર 6% કરદાતા છે, જેમાં 5.5% પર શૂન્ય ટેક્સ છે. 2020-21માં દેશની કુલ 132 કરોડની વસતીમાં માત્ર 8.22 કરોડ જ કરદાતા હતા. તેમાં પણ 7.5 કરોડથી વધુ કરદાતાઓ છૂટના દાયરા હેઠળ આવે છે એટલે કે તેઓને કોઇ ટેક્સની ચુકવણી કરવી પડતી નથી. એટલે માત્ર 72 લાખ કરદાતાઓના દમ પર જ કેન્દ્ર સરકાર અંદાજે રૂ.8 લાખ કરોડની કમાણી કરે છે. અમેરિકામાં 60% વસતી આવકવેરો ભરે છે. જાણકારો અનુસાર જો દેશમાં ઓછામાં ઓછા 23% વસતી ટેક્સ ભરે તો દરો ઘટાડી શકાય છે. આવકવેરા કલેક્શનમાં 48% હિસ્સો યુપી-બિહાર, મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યનો જ છે.

દેશમાં માત્ર 7% કરદાતાની આવક 10 લાખથી ઉપર
દેશમાં 1 કરોડથી વધુ ટેક્સ આપનારા લોકોની સંખ્યા 5 હજારથી વધુ...

  • 1 લાખ રૂ.થી વધુ ટેક્સ ભરનારાની સંખ્યા: 30,08,033
  • 1-10 લાખ રૂપિયા વચ્ચે કર ચૂકવતા કરદાતા: 27,93,463
  • 10-50 લાખ રૂ. સુધી ટેક્સ ચૂકવતા કરદાતાની - 1,96,535
  • 50 લાખથી 1 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવનારનો આંકડો - 12,963
  • 1 કરોડથી વધુ ટેક્સ ચૂકવનારા કરદાતાઓની સંખ્યા - 5,072

UPથી સર્વાધિક કમાણી | 18% હિસ્સો અહીંથી આવે છે

  • કેન્દ્ર દ્વારા કુલ ટેક્સ કલેક્શનમાં રાજ્યોના હિસ્સે રૂ.10.21 લાખ કરોડ આવે છે, જેમાં યુપી 1.8 લાખ કરોડ રૂ. એટલે કે 18%ના હિસ્સા સાથે પહેલા ક્રમે છે.
  • બિહારનો 10%, મધ્યપ્રદેશનો 8% અને મહારાષ્ટ્ર-રાજસ્થાનનો 6-6% છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow