CISFએ અમેરિકાના બર્મિંગહામમાં આયોજિત વિશ્વ પોલીસ અગ્નિશમન રમત સ્પર્ધામાં વધાર્યું ગૌરવ; 64 ચંદ્રકો કર્યા હાંસલ

CISFએ અમેરિકાના બર્મિંગહામમાં આયોજિત વિશ્વ પોલીસ અગ્નિશમન રમત સ્પર્ધામાં વધાર્યું ગૌરવ; 64 ચંદ્રકો કર્યા હાંસલ

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ 30 જૂનથી 6 જુલાઈ 2025 દરમિયાન અમેરિકાના બર્મિંગહામ શહેરમાં આયોજિત વિશ્વ પોલીસ અને અગ્નિશામક ખેલકૂદ સ્પર્ધા 2025 માં કુલ 64 પદકો જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

વિશ્વ પોલીસ અને અગ્નિશામક રમતોત્સવ એ એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રમત ઇવેન્ટ છે, જેમાં દુનિયાભરના પોલીસ અને અગ્નિશામક કર્મચારીઓ ભાગ લે છે.

આ વર્ષે 70 કરતાં વધુ દેશોના 10,000 થી વધુ એથલિટ્સે ભાગ લીધો હતો. CISFની ટીમે 6 અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો અને અદભૂત પ્રદર્શન કર્યું હતું. દરેક ખેલાડીએ પોતાના શ્રેષ્ઠ દેખાવ દ્વારા અડગ હિંમત, શક્તિ અને ટીમવર્કનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમની સફળતાએ ભારતને કુલ 560 પદકો સાથે સમૂહ પદક તાલિકામાં ત્રીજા સ્થાને પહોચવામાં મદદ કરી. CISF એ ફિટનેસ, અનુશાસન અને ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવાના સંકલ્પ સાથે કામ કરે છે.

વિશ્વ પોલીસ અને અગ્નિશામક રમતોમાં CISF ટીમનું શાનદાર પ્રદર્શન આંતરરાષ્ટ્રીય મંચ પર સુરક્ષા કર્મચારીઓની શક્તિ અને દ્રઢ નિશ્ચયનું પ્રતિબિંબ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow