સિક્કિમમાં પૂરથી ચુંગથાંગ શહેર તારાજ

સિક્કિમમાં પૂરથી ચુંગથાંગ શહેર તારાજ

સિક્કિમમાં લહોનક સરોવર પર વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવેલા પૂરે તબાહી મચાવી દીધી છે. આ દુર્ઘટના પછી 18 મૃતદેહ મળી ચૂક્યા છે. આ ઉપરાંત 30થી વધુ ઈજાગ્રસ્ત છે અને 98 લોકો હજુ લાપતા છે. લાપતા લોકોમાં ભારતીય સેનાના 22 જવાન પણ સામેલ છે. આ લોકોને શોધવા માટે તીસ્તા નદી અને ઉત્તર બંગાળના નીચલા હિસ્સામાં બચાવકાર્ય ચાલી રહ્યું છે. પાક્યોંગના જિલ્લા મેજિસ્ટ્રેટ તાશી ચોપેલે તમામ જવાનોના મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું છે કે અત્યાર સુધી 2011 લોકોને બચાવી લેવાયા છે.

આ પૂરના કારણે 22 હજારથી પણ વધુ લોકોને અસર થઈ છે. વાદળ ફાટવાથી 11 પુલ પણ તૂટી પડ્યા છે. ચુંગથાંગ શહેર તો 80% જેટલું તારાજ થઈ ગયું છે. ખાસ કરીને રાજ્યના ચારજિલ્લા ગંગટોક, પાક્યોંગ, મંગન અને નામચીને સૌથી વધુ નુકસાન થયું છે. હાલ અહીં 26 રાહત શિબિર શરૂ કરાઈ છે. આ ચારેય જિલ્લામાં પાણીની પાઈપલાઈનો, સિવેજ લાઈન અને 300થી વધુ ઘર તબાહ થઈ ગયા છે. બીજી તરફ, રાજ્ય સરકારે લોકોને તીસ્તા નદીના કિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે કારણ કે તેનું જળસ્તર વધી રહ્યું છે.

પૂરની સ્થિતિ જોતા સિક્કિમ શિક્ષણ વિભાગે 15મી ઓક્ટોબર સુધી તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ પહેલા આઠમી ઓક્ટોબર સુધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow