ચિરાગ-સાત્વિકે ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન જીતી

ચિરાગ-સાત્વિકે ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન જીતી

ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજની ભારતીય જોડીએ ઈન્ડોનેશિયા ઓપનનો ખિતાબ જીત્યો છે. ચિરાગ-સાત્વિકની જોડીએ બીજી ક્રમાંકિત મલેશિયાની એરોન ચિયા અને વુઈ યીક સોહની જોડીને સીધી ગેમમાં 21-17 અને 21-18ના માર્જિનથી હરાવી હતી.

ચિરાગ-સાત્વિકની જોડી BWF વર્લ્ડ ટૂર સુપર-1000 ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની છે. એટલું જ નહીં, તેઓ એકમાત્ર ભારતીય જોડી છે જેણે BWF વર્લ્ડ ટૂર પર તમામ ચાર ટાઇટલ જીત્યા છે - સુપર-100, સુપર-300, સુપર-500, સુપર-750 અને સુપર-1000.

બંને જોડીએ જોરદાર સંઘર્ષ કર્યો, ભારતીયો સીધી ગેમમાં જીતી ગયા
ફાઈનલ મેચમાં ભારતીય અને મલેશિયાની જોડી વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. ભારતીય સ્ટાર્સે મેચ સીધી ગેમમાં એટલે કે 2-0થી જીતી લીધી હતી. પ્રથમ ગેમમાં ભારતીય જોડીએ મલેશિયાના ખેલાડીઓને 21-17થી પરાજય આપ્યો હતો. જે બાદ બીજી ગેમમાં જીતનો સ્કોર 21-18 હતો. એટલે કે બંને ગેમમાં જીત અને હારનું માર્જીન 5 પોઈન્ટથી ઓછું રહ્યું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow