ચીને ફિલિપાઈન્સના જહાજ પર વોટર કેનનથી હુમલો કર્યો

ચીને ફિલિપાઈન્સના જહાજ પર વોટર કેનનથી હુમલો કર્યો

સાઉથ ચાઈના સીમાં ચીનના કોસ્ટગાર્ડે ફિલિપાઈન્સની મિલિટરી સપ્લાય બોટ પર વોટર કેનનથી હુમલો કર્યો હતો. અલજઝીરાના અહેવાલ મુજબ, આ ઘટના શનિવારે બની જ્યારે ફિલિપાઈન્સની બોટ તેના સૈનિકો માટે ખોરાક લઈ જઈ રહી હતી. અમેરિકાએ ચીનની આ હરકતને ખતરનાક ગણાવી છે.

ચીને હજુ સુધી આ આરોપોનો જવાબ આપ્યો નથી. વાસ્તવમાં ચીન દક્ષિણ ચીન સાગરના લગભગ સમગ્ર હિસ્સા પર દાવો કરતું રહ્યું છે. ફિલિપાઈન્સે કહ્યું છે કે તે ચીનની આવી હરકતો સહન કરશે નહીં. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ચીને પોતાની હરકતોથી બોટમાં સવાર લોકોની સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે.

અમેરિકાએ ચીનની કાર્યવાહી પર ફિલિપાઈન્સને સમર્થન આપવાની વાત કરી છે. અમેરિકાએ કહ્યું છે કે ચીન દ્વારા સતત કરવામાં આવી રહેલી આવી ગતિવિધિઓને કારણે આ ક્ષેત્રની સુરક્ષા જોખમમાં છે. જો ફિલિપાઈન્સના જહાજો, એરક્રાફ્ટ અથવા સશસ્ત્ર દળો પર હુમલો થશે તો યુએસ 1951ની યુએસ-ફિલિપાઈન્સ સંરક્ષણ સંધિનો ઉપયોગ કરશે.

દક્ષિણ ચીન સાગર પર અમેરિકાનો કોઈ દાવો ન હોવા છતાં તે આ ક્ષેત્રમાં ચીનની કાર્યવાહીની ટીકા કરતું રહે છે. તાજેતરમાં અમેરિકાએ ફિલિપાઈન્સ સાથે સમજૂતી કરી હતી. આ અંતર્ગત અમેરિકા ફિલિપાઈન્સમાં મિલિટરી કેમ્પનો ઉપયોગ કરી શકે છે. ચીને આ કરારની આકરી ટીકા કરી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow