બાળકોનો ભણતરની સાથે સર્વાંગી વિકાસ થવો જોઈએ - ભાનુબેન

બાળકોનો ભણતરની સાથે સર્વાંગી વિકાસ થવો જોઈએ - ભાનુબેન

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ રાજકોટની ધોળકિયા સ્કૂલ ખાતે યોજાયો હતો. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું.

આ તકે મંત્રીએ કહ્યું હતું કે, બાળકોનો ભણતરની સાથોસાથ સર્વાંગી વિકાસ થવો જોઈએ. બાળકોને અભ્યાસ અંગે વધુ પડતું દબાણ આપવાના બદલે તેની આવડત ખીલે તે દિશામાં પ્રયત્નો કરવા જોઇએ. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે, પરીક્ષા અંગે કોઇ પણ વિદ્યાર્થીના માનમાં ભાર ન રહેવો જોઈએ.

બાળકો ભાર વગરનું શિક્ષણ મેળવે તે માટે દેશની નવી શિક્ષણ નીતિ બની છે. કલેક્ટર અરુણ મહેશ બાબુએ પ્રાસંગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે, અમારા સમયમાં આ પ્રકારનું કારકિર્દી કે પરીક્ષાનું માર્ગદર્શન નહોતું મળતું. આજના બાળકોને એ મળી રહ્યું છે ત્યારે તેનો લાભ લઈ બાળકોએ અભ્યાસ માટે વધુ મહેનત કરવી જોઈએ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow