Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Student

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને હાશકારો, JEE મેઇન્સ પરીક્ષા એક જ દિવસે આવતા લેવાયો મોટો નિર્ણય, મુઝવણનો રસ્તો કાઢ્યો

Gujaratnow2 min read
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને હાશકારો, JEE મેઇન્સ પરીક્ષા એક જ દિવસે આવતા લેવાયો મોટો નિર્ણય, મુઝવણનો રસ્તો કાઢ્યો

સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી વિદ્યાર્થીની મુશ્કેલી નિવારી છે તો બીજી તરફ JEE મેઇન્સ-ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ એકસાથે હોવાથી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતાં જે ચિંતા પણ દૂર કરાઈ છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે. JEE મેઇન્સની પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકાશે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. JEE મેઇન્સ પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકશે તેમજ JEEના કારણે શાળાની પ્રિલિમ કસોટી ન આપી શકનાર વિદ્યાર્થીઓને તક અપાશે. તેમજ પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી જે તે વિષયની પરીક્ષા લેવામાં આવશે. 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી પરીક્ષા લેવાશે. JEE નાં કારણે પ્રિલીમ કસોટી ચૂકી જનાર વિદ્યાર્થીની ફરી પરીક્ષા આપી શકશે.

JEE મેઇન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા.
JEE મેઇન્સ-ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ એકસાથે હોવાથી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતાં. શાળા કક્ષાએ લેવાતી પ્રિલીમ કસોટી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. NTA દ્વારા JEE મેઈન્સ પરીક્ષા 24થી 31 જાન્યુઆરીએ યોજવાનું આયોજન છે. યુનિટ ટેસ્ટ પણ 19 જાન્યુઆરીએ લેવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતાં. JEE મેઈન્સ આપવી કે પ્રીલીમ પરીક્ષા આપવી તેને લઈ વિદ્યાર્થીઓની ચિંતાનો પારો હાઈ થયો હતો. જે  ચિંતા હવે દૂર થઈ છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરાયો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 08 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરી 2023ને રવિવારના રોજ સવારે 11 વાગ્યે યોજાશે.

Gujaratnow2 min read

Related News