ચટાકાના શોખીનો ચેતી જજો: જો તમને પણ હોય આ આદત તો સુધારી દેજો, જંકફૂડથી પણ વધુ ખતરનાક છે આ વસ્તુઓ

ચટાકાના શોખીનો ચેતી જજો: જો તમને પણ હોય આ આદત તો સુધારી દેજો, જંકફૂડથી પણ વધુ ખતરનાક છે આ વસ્તુઓ

સ્વાદના શોખીનો ઘણી વખત તેમના ચટકાના કારણે આરોગ્યને હાનિ પહોંચાડી બેસે છે અને મોટી મુસીબતને આમંત્રણ આપતા હોય છે.  

આપણે ત્યાં સામાન્ય રીતે મળતા નાસ્તા એટલે કે સ્નેક્સની વાત કરીએ તો એવી ઘણી વસ્તુઓ તેમાં સામેલ છે, જે જંકફૂડ કરતાં પણ વધુ હાનિકારક અને ખતરનાક છે.  

તેનું સેવન કરવાથી મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલનો ખતરો વધે છે. ખાસ કરીને હ્રદય પર તેની ખૂબ માઠી અસર થાય છે. કેટલાક સંજોગોમાં તો હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. આવી વસ્તુઓ ખાવાથી બચવું જોઇએ અથવા તેને સાવ ઓછા પ્રમાણમાં ખાવી જોઇએ.

છોલે ભટૂરે:
છોલે ભટૂરે ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારત એટલે કે પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને લોકો રજાના દિવસે તે જમવાનું પસંદ કરે છે. આમ તો ચણા હાઇ રિચ પ્રોટીનનો સ્ત્રોત છે. તેનું સેવન શરીર માટે ફાયદાકારક છે, પરંતુ તેને બનાવવામાં તેજ મસાલા, તેલ વગેરેના કારણે તે બીમારીઓને આમંત્રણ આપે છે. વાત ભટૂરાની કરીએ તો તેનો લોટ મેંદામાંથી બાંધવામાં આવે છે અને તેને ડિપ ફ્રાય કરવામાં આવે છે. મેંદો ખાવાથી તે શરીરમાં જામી જાય છે. લાંબા સમય સુધી તે પચી ન શકતાં પેટમાં ભારેપણું લાગે છે. તેનાથી મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ વધે છે.  

પકોડા:
ખાસ કરીને સાંજના સમયે ચા સાથે પકોડા ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. મોન્સૂનમાં લોકોની સાંજની રસોઇમાં પકોડા, ભજિયાં વધુ પડતાં હોય છે. તેને ઓઇલમાં ફ્રાય કરીને ખાવા આરોગ્ય માટે હાનિકારક છે. વજન વધવાની સાથે તેની હાર્ટ પર પણ અસર થાય છે. તેનુ ભારે માત્રામાં સેવન કરવાથી બચવું જોઇએ. ક્યારેય મૂડ હોય તો તમે તે ઘરે બનાવીને ખાઇ શકો છો, પરંતુ બહારથી મંગાવીને ખાવાથી દૂર રહો.

પૂરી, સમોસાં અને કચોરી
સમોસાં, પૂરી અને કચોરી એવા ભારતીય સ્નેક્સ છે જેને ખાધા વગર લોકો પોતાનું ફંકશન અધૂરું સમજે છે.  

આ વસ્તુઓ ભારતમાં ખૂબ જાણીતી છે. આ બધી વસ્તુઓ મેંદા અને તેલમાંથી બનાવવામાં આવે છે. વાત કચોરી કે સમોસાંની કરીએ તો તે મંેદામાંથી બને છે અને તેમાં બટાકાનો ઉપયોગ થાય છે. બંને વસ્તુ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત આ બધી વસ્તુઓ તેલમાં ડિપ ફ્રાય કરવામાં આવે છે. તેથી વજન વધવું, સ્ટ્રોક, કેન્સર અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow