સુરતમાં વાતાવરણમાં પલટો, મેઘાવી માહોલ સર્જાયો,અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી

સુરતમાં વાતાવરણમાં પલટો, મેઘાવી માહોલ સર્જાયો,અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી

માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે. તેને બદલે આ વખતે સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. માર્ચ મહિનામાં ત્રીજી વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના કારણે શહેરભરમાં અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે. માવઠાંના કારણે ખેડૂતોમાં ઉભા પાકને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  

શહેરમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

કમોસમી વરસાદના માહોલથી ખેડૂતોમાં ચિંતા
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. તો બીજી તરફ મોડી રાતે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં સમયાંતરે થતા વરસાદને કારણે ખેડૂતો વધુ ચિંતિત થયા છે. ઉનાળાની શરૂઆત થવાને બદલે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

બાગાયતી પાકોને નુકસાન
ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે બાગાયતી પાકોને નુકસાન થઈ રહ્યું છે. માર્ચ મહિનામાં જે પ્રકારે કેરીનો પાક ખૂબ મોટા પ્રમાણમાં આવતો હોય છે. પરંતુ એક બાદ એક માવઠા હોવાને કારણે સંપૂર્ણ રીતે કેરીનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. લાખો કરોડો રૂપિયાનું બાગાયતી પાકોનું નુકસાન દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સહન કરવું પડશે.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow