કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને આપી લીલીઝંડી, વર્ષે 50 લાખ ટનનું ઉત્પાદન

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને આપી લીલીઝંડી, વર્ષે 50 લાખ ટનનું ઉત્પાદન

દેશમાં  ગ્રીન હાઈડ્રોજનને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મીટિંગમાં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે.

દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપતાં જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી મળતાં તે વૈશ્વિક હબ બની જશે દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે. તેમણે કહ્યું કે ખરીદારો અને ઉત્પાદકોને એક છત્ર નીચે લાવવા માટે ગ્રીન હાઈડ્રોજન હબ વિકસાવવામાં આવશે.

ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 60-100 ગીગાવોટની ઈલેક્ટ્રોલાઈઝર ક્ષમતા તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજનના હબને વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


8 લાખ કરોડનું સીધું રોકાણ થશે અને 6 લાખ નોકરીઓનું સર્જન
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં માહિતી આપતા કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને 6 લાખ નોકરીઓનું સર્જન થશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow