ગરમીથી પાકને ખતરાને લઇને કેન્દ્ર એલર્ટ, કૃષિ વિજ્ઞાનીઓ ફિલ્ડમાં ઉતર્યા

ગરમીથી પાકને ખતરાને લઇને કેન્દ્ર એલર્ટ, કૃષિ વિજ્ઞાનીઓ ફિલ્ડમાં ઉતર્યા

હવામાન વિભાગની ચેતવણીથી કેન્દ્ર સરકાર એલર્ટ થઇ ચૂકી છે. સખત ગરમી અને લૂથી ઘઉંના પાક પર થનારી વિપરીત અસર તેમજ જોખમને રોકવા માટે સરકારે પેનલ બનાવી છે. પાંચ રાજ્યમાં કૃષિ વિજ્ઞાનીઓને ફિલ્ડમાં ઉતાર્યા છે. તેઓ ખેડૂતોને પાકના રક્ષણ માટેનાં પગલાં અંગે માહિતગાર કરી રહ્યા છે. અનેક વિભાગો તેમજ મંત્રાલયોના અધિકારીઓએ પેનલની સાથે કામગીરી શરૂ કરી છે. તેઓ રાજ્યોની સાથે સમન્વય કરીને એ સુનિશ્વિત કરી રહ્યા છે કે જળાશયો અને ડેમ, કેનાલમાં પર્યાપ્ત પાણી છોડવામાં આવે, જેથી પાકને પાણી આપી શકાય. પશુપાલન વિભાગના વિશેષજ્ઞ પણ ખેડૂતોની પાસે પહોંચીને તેમને માર્ગદર્શન આપી રહ્યા છે કે તેઓ પોતાને તેમજ પશુઓને હીટસ્ટ્રોકથી કઇ રીતે બચાવી શકે છે. હવામાન વિભાગે સલાહ આપી છે કે ખેડૂતો નિયમિતપણે તેમના પાકની તપાસ કરે કે પાક મુરજાઇ રહ્યો તો નથી. જો આવું થાય તો સિંચાઇ કરો.

પંજાબ: વધતી ગરમીથી ઘઉંના દાણાને પ્રતિકૂળ અસર થશે
ઘઉંના ઉત્પાદનમાં પંજાબ-હરિયાણાનો હિસ્સો 25% છે. અત્યારે મહત્તમ તાપમાન 27% છે. તે વધશે તો સૌથી વધુ અસર ઘઉંના પાકને થશે. ઘઉંના દાણા પર અસર થઇ શકે છે. વધતી ગરમીથી પીળી ધૂંધી રોગ થઇ શકે છે. વિજ્ઞાનીઓએ ખેડૂતોને કહ્યું છે કે ઘઉંના પાકમાં સિંચાઇ કરતા રહો, એટલે દાણા ભીના રહે.

રાજસ્થાન: ઘઉંની સાથે જવને પણ નુકસાન થવાની સંભાવના
ફેબ્રુઆરીમાં ગરમીને કારણે ઘઉં,જવને સૌથી વધુ નુકસાન થઇ શકે છે. સખત તાપથી સમગ્ર દાણો નહીં બની શકે.15% ઓછું ઉત્પાદન થવાની આશંકા છે. રાજસ્થાન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. એ.એસ. બલોદાએ કહ્યું કે સારા દાણા માટે માર્ચના પહેલાં સપ્તાહ સુધી ઓછું તાપમાન સારું રહે છે.

બિહાર: ગરમી વધશે તો ચણા અને સરસવને નુકસાન થશે
કૃષિ વિજ્ઞાની અનિલ ઝા અનુસાર 190 ગામમાં હવામાનને અનુકૂળ ટેક્નિકથી ખેતી થઇ રહી છે. 15 નવેમ્બર સુધી ઘઉંની વાવણી થઇ ચૂકી છે, એટલે ગરમીની અસર નહીં થાય. બિહારમાં એલાર્મિંગ સ્થિતિ નથી. તાપમાન 30 ડિગ્રીથી વધુ વધ્યું નથી. પવનને કારણે ચણા અને સરસવનું ઉત્પાદન પ્રભાવિત થશે.

એલર્ટ કૉલ - ગત વર્ષે માર્ચમાં ગરમીથી 2.5% ઉત્પાદન ઘટ્યું હતું, નિકાસ રોકી હતી
ગત વર્ષે માર્ચમાં આકરી ગરમી હતી. જ્યારે તાપમાન રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું. તેનાથી ઘઉંના ઉત્પાદનને અસર થતાં દેશમાં ઉત્પાદન 2.5% ઘટ્યું હતું. જેને કારણે સંકટ સર્જાયું હતું. ત્યારબાદ ભારતે મે 2022માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

રેકોર્ડ ઉત્પાદન થશે: 11.1 કરોડ ટન ઉત્પાદનનું અનુમાન, પરંતુ કિંમત વધુ
સરકારે આ વર્ષે સત્તાવાર રીતે 11.2 કરોડ ટન ઘઉંના ઉત્પાદનનું અનુમાન વ્યક્ત કર્યું છે જે અત્યાર સુધીનું સર્વાધિક છે. ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર, ,સ્થાનિક માર્કેટમાં ઘઉંની કિંમતો 19% વધુ, જ્યારે લોટની કિંમત 20% વધુ છે.

રાજસ્થાન, યુપી સહિત 5 રાજ્યમાં લૂની આશંકા, ઘઉંના ઊભા પાક પર સંકટ
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દેશના ઉત્તર-પશ્વિમ ક્ષેત્રમાં આગામી ત્રણ-ચાર દિવસ લૂ લાગી શકે છે. મહત્તમ તાપમાન સામાન્યથી 5 થી 7 ડિગ્રી વધુ રહી શકે છે. ઉત્તર-પશ્વિમ ક્ષેત્રમાં મુખ્યત્વે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર આવે છે, જ્યાં મુખ્ય પાક ઘઉં છે. વિભાગ અનુસાર ફૂલ આવતા તેમજ પાક દરમિયાન વધુ તાપમાનથી ઉપજમાં ઘટાડો થઇ શકે છે. અન્ય ઊભા પાકો તેમજ અન્ય પાકો પર પણ તેની વિપરીત અસર પડી શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow