મણિપુરના તોફાનો પાછળ ઉગ્રવાદ હોવાની સીએમની વાત CDS ચૌહાણે ખોટી ઠેરવી

મણિપુરના તોફાનો પાછળ ઉગ્રવાદ હોવાની સીએમની વાત CDS ચૌહાણે ખોટી ઠેરવી

મણિપુરમાં ઉગ્રવાદને કારણે હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હોવાની મુખ્યમંત્રીની વાતને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ખોટી ઠેરવીને રાજ્યની જ બે જાતિ, મૈતેઈ અને કુકી, વચ્ચેના સંઘર્ષનું પરિણામ ગણાવી છે. ચૌહાણે મંગળવારે પૂણેમાં કહ્યું કે તોફાનોને કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો કહી શકાય. તોફાનોને કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે થોડો સમય લાગશે. 2020 સુધી મણિપુરમાં સેના તહેનાત હતી પરંતુ પરિસ્થિતિ સુધરવાને કારણે સેનાને ઉત્તરીય (ચીન) સરહદે ખસેડી દેવાઈ હતી.

જ્યારે તેનાથી વિરુદ્ધ બે દિવસ પહેલાં જ મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહે કહ્યું હતું કે મણિપુરમાં તોફાનોમાં સંડોવાયેલ 40 ઉગ્રવાહીને ઠાર કરાયા છે. બીરેન સિંહે પત્રકાર પરિષદમાં રાજ્યની જનજાતિઓને તોફાન માટે જવાબદાર ઠેરવ્યા હતા. ત્યાર પછી બીરેન સિંહે સ્પષ્ટતા કરવી પડી હતી. મૃતકોને ઉગ્રવાદી કહેવા અને તેમના મૃતદેહો અંગે તંત્ર કોઈ જવાબ આપી શક્યું નહોતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow