રાજ્યમાં અશ્વદળની ભરતી માટે કેમ્પ યોજાયા

રાજ્યમાં અશ્વદળની ભરતી માટે કેમ્પ યોજાયા

પોલીસ વિભાગમાં અશ્વદળનું મહત્વ ખૂબ જ છે. સીમ રક્ષણ હોય કે પછી વીઆઈપી બંદોબસ્ત કે પછી કોઈ અધિકારીઓના સન્માનમાં, અશ્વ પોલીસ દળનો ઉપયોગ થતો હોય છે. આણંદમાં ઘોડેસવારી શીખવા માટે ક્લબ પણ ચલાવવામાં આવે છે.

રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં દસ કેમ્પનું આયોજન
સમગ્ર રાજ્યમાં કુલ 758 મંજૂર મહેકમ પૈકી 296 જગ્યાઓ અલગ-અલગ જિલ્લામાં ખાલી છે. ત્યારે એક માસ અગાઉ કુલ 72 જગ્યાઓ પર અશ્વની ભરતી કરવા માટે સમગ્ર રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં દસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, સારંગપુર, ભાવનગર, અમરેલી, ગોંડલ, પાલનપુર, ભૂજ, જામનગર, અમદાવાદ અને છેલ્લો કેમ્પ આણંદમાં કરવામાં આવ્યો હતો.

25 અશ્વની પસંદગી હજુ બાકી
​​​​​​​અત્યાર સુધીમાં કુલ 47 અશ્વની પસંદગી થઈ હતી, જ્યારે 25 અશ્વની પસંદગી હજુ બાકી છે. આણંદ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે નવ કલાકે યોજાયેલા કેમ્પમાં બોટાદ, બરવાળા, અને આણંદ જિલ્લામાંથી મળી કુલ 6 અશ્વમાલિકો હાજર રહ્યા હતા. પોલીસ વિભાગમાં થોરો, અરબી, કાઠિયાવાડી અને મારવાડી અશ્વની પસંદગી કરવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow