Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Delhi

'દિલ્હીની દીકરી' સાથે રેપ નહીં, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવાયું મોતનું કારણ

Gujaratnow1 min read
'દિલ્હીની દીકરી' સાથે રેપ નહીં, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવાયું મોતનું કારણ

દિલ્હીમાં કારથી 12 કિલોમીટર સુધી ઘસડવામાં આવેલી અંજલીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટે પરિવારની આશંકાઓ પર વિરામ લગાડેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઘાત અને લોહી વહેવાને કારણે અંજલીનું મોત થયું છે.

રિપોર્ટમાં થયો ખુલાસો
સ્પેશિયલ CP સાગરપ્રિત હુડ્ડાએ આ રિપોર્ટ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે  "અકસ્માતથી અંજલીનાં માથા, કરોડરજ્જૂનાં હાડકાં, ડાબી જાંધનાં હાડકામાં લાગ્યું હતુ. પોલીસ અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સેક્સ્યુઅલ અસોલ્ટનાં કોઇપણ સંકેતો મળ્યાં નથી." તેથી એ વાત સ્પષ્ટ છે કે આરોપીઓ પર રેપ કેસની કલમો લાગી શકશે નહીં.

શું હતો આખો મામલો?
પોલીસને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની મધ્યરાત્રિએ દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં કાંઝાવાલા રોડ પર માર્ગ અકસ્માતની માહિતી મળી હતી. ફોન કરનારે જણાવ્યું હતું કે, કણઝાવાલા રોડ પર એક યુવતીની લાશ પડી હતી. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ સ્કૂટી પર સવાર યુવતીને કારમાંથી ખેંચીને લઈ જતા પણ જોઈ હતી. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

Gujaratnow1 min read

Related News