કેન્સરને દૂર કરવાની તાકાત છે કોબીજમાં: શાકમાં જ નહીં આ રીતે કરો ઉપયોગ, મળશે જોરદાર ફાયદા

કેન્સરને દૂર કરવાની તાકાત છે કોબીજમાં: શાકમાં જ નહીં આ રીતે કરો ઉપયોગ, મળશે જોરદાર ફાયદા

શિયાળામાં ચારે બાજુ લીલાં શાકભાજી જોવા મળે છે. કોબી પણ લીલીછમ અને સ્વાદિષ્ટ આવતી હોવાથી તેનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે, તેમાં રહેલાં પોષકતત્ત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કોબીનું શાક તો આપણા ઘરમાં બનતું જ હશે, સાથે-સાથે તેનું સલાડ પણ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ચાઈનીઝ વાનગીઓ અને સૂપ બનાવવા માટે પણ કરવામાં આવે છે, પરંતુ શું તમે કોબીનું જ્યૂસ પીધું છે? જો ન પીતા હો તો તેના ફાયદા વિશે જાણી લો, તેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે. કોબીમાં વિટામિન, ઝિંક, ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફાઈટોન્યૂટ્રીએન્ટ્સ વગેરે ભરપૂર હોય છે.

કોબીના જ્યૂસમાંથી મળશે પોષકતત્ત્વોનો ભંડાર
કોબીનો જ્યૂસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે, તેમાં રહેલાં વિટામિન અને અન્ય પોષકતત્ત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય કોબીમાં ભરપૂર માત્રામાં એ‌િન્ટ-ઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને નુકસાનકારક ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. નિયમિત કોબીનો જ્યૂસ પીવાથી શરીરને અનેક ફાયદા મળે છે.

ઈન્ફ્લેમેશનની સમસ્યામાં ફાયદાકારક
કોબીમાં એ‌િન્ટ-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, તેમાં સલ્ફર કમ્પાઉન્ડ પણ હોય છે, જે શરીરમાં થતા ઈન્ફ્લેમેશનને ઘટાડવામાં ફાયદાકારક ગણાય છે. રોજ સવારે કોબીનો જ્યૂસ પીવાથી શરીરમાં આવતા સોજાને ઘટાડવામાં ફાયદો મળે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમે બહુ જલ્દી બીમાર પડી શકો છો, તેનાથી બચવા માટે રોજ સવારે કોબીનો જ્યૂસ પીવો જોઈએ. કોબીના જ્યૂસમાં રહેલ એ‌િન્ટ-ઓક્સિડેન્ટ અને વિટામિન શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને બૂસ્ટ કરે છે.

ફ્રી રેડિકલ્સથી બચાવે છે
કોબીના જ્યૂસમાં રહેલ વિટામિન-સી અને એ‌િન્ટ-ઓક્સિડેન્ટ ગુણો શરીરને નુકસાનકારક ફ્રી રેડિકલ્સથી બચાવવાનું કામ કરે છે. રોજ સવારના સમયે તેનો જ્યૂસ પીવાનું ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

એન્ટિ કેન્સર ગુણો હોય છે કોબીના જ્યૂસમાં
કોબીમાં એ‌િન્ટ કેન્સર ગુણો હોય છે, તેમાં રહેલ સલ્ફોરાફેન શરીરમાં કેન્સર કોશિકાઓને વિકસિત થતી અટકાવે છે, તેનું નિયમિત સેવન કરવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે.

આંખો માટે પણ ફાયદાકારક
આંખ માટે પણ કોબીનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક ગણાય છે, તેમાં રહેલાં પોષકતત્ત્વો આંખની રોશની વધારે છે. નિયમિત તેનું સેવન કરવાથી મોતિયાની સમસ્યામાં બહુ રાહત મળે છે. સ્વાસ્થ્ય માટે કોબીનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે. નિયમિત તેનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow