ટેકનિકલ કોર્સમાં કરિયર બનાવવાની તક: ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થશે આ બે કોર્સ, NEP હેઠળ મોટો નિર્ણય

દેશની સાથે રાજ્ય પણ હવે ટેકનિકલ ક્ષેત્રે કદમ મિલાવી રહ્યું છે જેના ભાગરૂપે આજનો યુવાન ટેકનિકલ ક્ષેત્રે આગળ વધે તે માટે ગુજરાત યુનિવર્સિટી ટેકનિકલ કોર્સ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેશનલ એજ્યુકેશનના ભાગરૂપે ફાર્મસી અને ટેકનોલજીના નવા કોર્સ શરૂ કરાશે. યુનિવર્સિટીમાં 2023ના શૈક્ષણિક વર્ષથી હવે આ બંને બ્રાંચમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાક્રમોની નવી શરૂઆત કરવામાં આવશે.
ફામર્સી અને ટેકનોલોજીના અભ્યાસક્રમો શરૂ કરાશે
નેશનલ એજ્યુકેશનના ભાગ રૂપ હવે નવા કોર્સ ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનવર્સિટી છેલ્લા 70 વર્ષોથી અલગ અલગ વિદ્યાશાખામાં પ્રવેશની પ્રક્રિયા કરતી આવી છે. તેમાં હવે ગુજરાત યુનવર્સિટી ટેકનિકલ કોર્સ શરૂ કરશે. જેના ભાગરૂપે ગુજરાત યુનવર્સિટી દ્વારા ફાર્મસી અને ટેકનોલજીના અભ્યાસ શરુ કરવામાં આવશે. 2023ના શૈક્ષણિક વર્ષથી બન્ને બ્રાંચમાં પ્રવેશ આપશે.
ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાક્રમો શરૂ થશે
બીટેક, એરોનોટિક્સ, સ્પેસ સાયન્સ, રેડિયેશન સાયન્સ અને ઓરોઝન કોર્સ સહિતના ફામર્સી અને ટેક્નોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાક્રમો શરૂ કરવામાં આવશે. ફાર્મસી વિભાગમાં એમ.એસ.સી અને એમ.ટેકના કોર્સ શરૂ થશે. સાથે BSC અને બીટેકનો પણ પ્રારંભ કરાશે.એટલું જ નહીં પાંચ વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સ પણ કરાવવામાં આવશે.બીટેક અને એમ. ટેકમાં સ્પેશીયલાઈસ કોર્સીસ ઉપરાંત એવીએશન, એરોનોટીક્સ જેવા આંતરરાષ્ટ્રીય અભ્યાસ ક્રમો પણ શરૂ કરવામાં આવી શકે છે.