શું ભારતમાં લૉકડાઉન જેવી થઈ શકે છે હાલત? એક્સપર્ટસની સલાહ જાણીને થશે રાહત

શું ભારતમાં લૉકડાઉન જેવી થઈ શકે છે હાલત? એક્સપર્ટસની સલાહ જાણીને થશે રાહત

દુનિયાનાં કેટલાક દેશોમાં કોરોના ફરી ફાટી નિકળ્યો છે ત્યારે ભારતનું તંત્ર પણ જાગી ગયું છે. કોરનાનાં વેરિયન્ટ BF.7નાં કેસો ભારતમાં પણ જોવા મળ્યાં છે. હાલમાં આ સ્થિતિ ભારતમાં તો નિયંત્રિત છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 185 લોકોમાં સંક્રમણ જોવા મળ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ તમામ લોકોથી કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચન કર્યું છે.

PM નરેન્દ્ર મોદીએ આ વિષયે બોલાવી બેઠક
દેશમાં કોરોનાની સ્થિતિ અને તેના સંબંધિત પાસાંઓની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વધી રહેલા કોવિડનાં કેસોને લીધે ભારતનાં લોકોમાં ડરનો માહોલ ફેલાઇ રહ્યો છે. લોકોનાં મનમાં અનેક પ્રશ્નો ઊઠી રહ્યાં છે.

શું ફરી લોકડાઉન થશે?
કોરોનાનાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ તમામ લોકો પાસે બચાવનાં ઉપાયોનું પાલન કરવાની અપીલ કરી રહ્યાં છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનાં વરિષ્ઠ ડોક્ટર અનિલ ગોયલ કહે છે કે કોરોનાનાં ખતરાને ધ્યાનમાં રાખતાં ટેસ્ટિંગ, ઉપચાર અને મામલાઓનું ટ્રેકિંગ વધારવાની આવશ્યકતા છે. વ્યક્તિગતરૂપે તમામ લોકોએ સતર્ક રહેવું પડશે, ભલે તમારું વેક્સિનેશન થઇ ગયું હોય. ચીનની સરખામણીમાં ભારતનાં લોકોની પ્રતિરક્ષા પ્રણાલી વધુ મજબૂત છે જ્યાં 95% લોકોનું વેક્સિનેશન પણ થઇ ચૂક્યું છે. આપણને સાવચેત રહેશું તો દેશમાં લોકડાઉનની સ્થિતિ નહીં થાય.

વેક્સિનેશનથી થશે બચાવ
મુંબઇ સ્થિત જે.જે. હોસ્પિટલનાં ડીન ડો.પલ્લવી સપલેએ કહ્યું કે ચીન સહિત અન્ય દેશોમાં કોવિડ-19નાં કેસોમાં જોવા મળતી વૃદ્ધિ માટે વેક્સિનેશનમાં ઘટાડો, સારી ગુણવત્તા વાળી વેક્સિન ન હોવાને કારણે પ્રમુખ રૂપથી જોવા મળી રહ્યું છે. ભારતમાં આ બાબતે ચિંતાની વાત નથી, દેશનાં લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે અને સ્થિતિ કાબૂમાં છે. છતાં પણ લોકોએ સાવચેત રહેવું આવશ્યક છે. જો એક પણ કેસ છે તો તે ફેલાઇ શકે છે. સરકારે દરેક નમૂનાની જીનોમ સીકેવેન્સિંગ કરાવવાનો નિર્દેશ કર્યો છે.

વેક્સિનેશન થયું છે તો પણ બચાવની જરૂરિયાત છે જ
એક ઇન્ટરવ્યૂહમાં ડો. વિક્રમજીતસિંહ કહે છે કે કોરોનાનાં એક નવા વેરિયન્ટમાં ઇમ્યુનિટી સ્કેપની ક્ષમતા જોવા મળી રહી છે તેવામાં આ વેક્સીનેટેડ લોકોને પણ સંક્રમિત કરી શકે છે. જો કે તેવા લોકોમાં સંક્રમણની સ્થિતિમાં ગંભીર રોગનો ખતરો નહી રહે. તેથી ભલે વેક્સિનેશન થઇ ગયું હોય પણ માસ્ક, સોશિયલ ડિસ્ટેન્સ વગેરે જરૂરી ઉપાયોનું પાલન કરવું જ જોઇએ.

આ આઠ બાબતોનું રાખવું ધ્યાન:

  • સાર્વજનિક સ્થાનો પર ફેસ માસ્ક લગાવવું
  • સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન
  • હાથોને સ્વચ્છ-સાફ રાખવાં
  • ભીડ-ભાડવાળા સ્થળો પર જવું ટાળવું
  • આંતરરાષ્ટ્રીય યાત્રાઓ હાલમાં ટાળવી
  • વેક્સિનેશન જરૂરથી કરાવવું

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow