ચાણસ્માથી દિલીપ ઠાકોર રિપીટ, સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપુતને ટિકિટ

ચાણસ્માથી દિલીપ ઠાકોર રિપીટ, સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપુતને ટિકિટ

પાટણ જિલ્લામાં સિદ્ધપુર અને ચાણસ્મા વિધાનસભાની બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સિદ્ધપુર બેઠક પર બળવંતસિંહ રાજપુતના નામની મોહર લાગી છે. તેમજ ચાણસ્મા બેઠક ઉપર પણ નવીન ઉમેદવારના બદલે કાર્યકારી ધારાસભ્ય દિલીપ ઠાકોરને જ રિપીટ કરવામાં આવ્યાં છે.

સિદ્ધપુર બેઠક હાલમાં કોંગ્રેસના હાથમાં છે. જેથી ટક્કર આપવા માટે ભાજપે મૂળ કોંગ્રેસના પરંતુ હાલમાં ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જેમનો વિસ્તારમાં દબદબો હોવાથી કોંગ્રેસને હવે ઉમેદવાર જાહેર કરવામાં મૂંઝવણ સર્જાશે, ત્યારે ચાણસ્મામાં પણ છેલ્લાં ઘણા ટર્મથી એક હથ્થું શાસન ચલાવતા દિલીપજી ઠાકોર તેમના પિતાના નેતૃત્વ બાદ શાસનમાં આવ્યાં છે, ત્યારથી સતત ચોથી ટર્મ માટે પણ તેમનું નામ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને ફરી એકવાર 2022ની વિધાનસભામાં તેઓ ચાણસ્મા બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થતાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow