ચાલતી ટ્રેનની બારીમાંથી આવ્યું મોત..! બારી પાસે બેઠેલા વ્યક્તિના માથામાં લોખંડનો સળીયો ઘૂસી ગયો… કઠણ કાળજા વાળા લોકો જ વાંચજો…

ચાલતી ટ્રેનની બારીમાંથી આવ્યું મોત..! બારી પાસે બેઠેલા વ્યક્તિના માથામાં લોખંડનો સળીયો ઘૂસી ગયો… કઠણ કાળજા વાળા લોકો જ વાંચજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રેનમાં શાંતિથી બેસીને મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ચોક આવનારી ઘટના નીલાંચલ એક્સપ્રેસમાં બની હતી. અહીં ટ્રેનમાં મારી પાસે બેસીને મુસાફરી કરી રહેલા એક વ્યક્તિના માથામાં અચાનક જ ઉછળીને આવેલો લોખંડનો સળીયો ઘૂસી ગયો હતો.

મળતી માહિતી અનુસાર પાટા ઉપર પડેલો લોખંડનો સળિયો ઉછળીને બારીમાંથી અંદર આવ્યો હતો અને મારી પાસે બેસીને મુસાફરી કરી રહેલા યુવકના માથામાં ઘૂસી ગયો હતો. આ કારણોસર યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના બનતા આજે ચાલતી ટ્રેનમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. બળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રેનની સ્પીડ 110 કિમી/કલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ઘટના બનતા જ ટ્રેનમાં યુવકના મોતની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. અચાનક યુવક સાથે શું થયું તે ટ્રેનમાં હાજર લોકોને કાંઈ સમજાતું ન હતું. આ ઘટના બનતા જ અન્ય પ્રવાસીઓએ ટ્રેનની ચેન ખેંચી લીધી હતી અને ટ્રેનને ઉભી રાખી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ GRP અને RPFને કરવામાં આવી હતી. પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

આ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢમાં બની હતી. આ ઘટનામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા હરિકેશ ડુબે નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સુલતાનપુરના ગોપીનાથપુરા ગામનો રહેવાસી છે. ગુરૂવારના રોજ તે પોતાના ઘરે જવા માટે દિલ્હીથી સુલતાનપુરા જતી ટ્રેનમાં બેઠો હતો. ટ્રેન જ્યારે અલીગઢમાં હતી ત્યારે આ સમગ્ર ઘટના બની હતી.

આ ઘટનામાં હરી કેસની બાજુમાં બેઠેલી મહિલા માંડ માંડ બચી હતી. મળતી માહિતી અનુસાર હરિકેશ બારી પાસે બેઠો હતો. તેની બાજુમાં બેઠેલી મહિલાએ જણાવ્યું કે ટ્રેન ખૂબ જ સ્પીડમાં હતી. ત્યારે અચાનક જ તેની બાજુમાં બેઠેલા વ્યક્તિના માથામાં લોખંડનો સળીયો ઘૂસી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવે ટ્રેક પર એક લોખંડનો સળિયો પડેલો હતો. જ્યારે ટ્રેન ત્યાંથી પસાર થાય છે ત્યારે ત્યાંથી ઉછળીને ટ્રેનની બારી પાસે બેઠેલા વ્યક્તિના માથામાં ઘૂસી જાય છે અને તે વ્યક્તિનું ઘટના સ્થળે મોત થાય છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow