આ રત્નો ધારણ કરવાથી ચમકી ઉઠશે કિસ્મત, જીવનમાં ખુલી જશે ભાગ્ય

આ રત્નો ધારણ કરવાથી ચમકી ઉઠશે કિસ્મત, જીવનમાં ખુલી જશે ભાગ્ય

જ્યોતિષની જેમ માનવ જીવનમાં રત્નોનું પણ ખૂબ મહત્વ છે. રત્નો ધારણ કરવાથી નબળા ગ્રહોની અસરથી બચી શકાય છે. આ સાથે કેટલાક રત્નો એવા પણ હોય છે જેને ધારણ કર્યા બાદ નસીબ ચમકે છે. જો કે રત્ન હંમેશા જ્ઞાની વ્યક્તિની સલાહ બાદ જ પહેરવા જોઈએ. જો તમે આવું ન કરો તો વિપરીત અસર પણ થઇ શકે છે. આજે અમે કેટલાક એવા રત્નો વિશે જણાવીશું, જેને ધારણ કર્યા બાદ ભાગ્ય ખુલી જાય છે અને વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

ટાઇગર સ્ટોન
ટાયગર સ્ટોન પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે. તેને પહેર્યા બાદ બિઝનેસ કરનારાઓને ઘણો ફાયદો મળે છે. ખોટમાં ચાલતા વેપારમાં વધારો થવા લાગે છે. આ રત્ન આર્થિક સંકડામણને દૂર કરે છે. તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે અને વ્યક્તિને ભાગ્ય ચમકવા લાગે છે.‌

પુખરાજ
પુખરાજને દેવગુરુ બૃહસ્પતિનું રત્ન માનવામાં આવે છે. તેને પહેરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. આ સાથે બુદ્ધિ પણ તેજ હોય છે. જો કોઈ વ્યક્તિ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો આ રત્ન ધારણ કરવાથી ઘણો લાભ મળે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

જેડ સ્ટોન
જેડ સ્ટોનને હરિતાષ્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ધારણ કર્યા બાદ વ્યક્તિના જીવનમાં ખુશાલી આવે છે. નોકરી-ધંધામાં પ્રગતિના નવા રસ્તા ખુલે. આવકના નવા સ્ત્રોત મળે છે. જેડ સ્ટોન પહેરવાથી કિડનીની સમસ્યા, હૃદયને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે.

પન્ના(નીલમણી)
નીલમણિ રત્ન બુધ ગ્રહ સાથે સંબંધિત છે. તેને ધારણ કર્યા પછી આવકના નવા સ્ત્રોત ખુલે છે અને ધનમાં વધારો થાય છે. તે એક એવો રત્ન માનવામાં આવે છે જે ઇચ્છાઓ પૂર્ણ કરે છે. પન્ના ધારણ કર્યા બાદ નોકરી-ધંધામાં સફળતા મળે છે. બિઝનેસ વધે અને નવી નોકરીની તકો મળે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow