ડુંગળી-ટામેટાં સહિત આ 7 વસ્તુઓ ખાવાથી મજબૂત થાય છે શરીરની નસો, તેજીથી થાય છે બ્લડ સર્ક્યુલેશન

ડુંગળી-ટામેટાં સહિત આ 7 વસ્તુઓ ખાવાથી મજબૂત થાય છે શરીરની નસો, તેજીથી થાય છે બ્લડ સર્ક્યુલેશન

રક્તવાહિકાઓ શરીરમાં લોહી, ઓક્સિજન અને પોષકતત્ત્વોને પહોંચાડવાનું કામ કરે છે. ઉંમર વધવાની સાથે રક્તવાહિકાઓ નબળી પડવા લાગે છે. આ કારણોસર શરીરમાં યોગ્ય પ્રકારે લોહીનો સંચાર થઈ શકતો નથી. જેથી શરીર અનેક બીમારીઓનો ભોગ બને છે. શરીરની રક્તવાહિકાઓ મજબૂત થઈ શકે તે માટે અનેક વસ્તુઓ છે. આ તમામ વસ્તુઓ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

રક્તવાહિકાઓને મજબૂત કરતી વસ્તુઓ

બેરીઝ

બેરીઝ એન્ટીઓક્સિડન્સથી ભરપૂર હોય છે. બેરીઝમાં રહેલ એન્થોસાયનીનને કારણે રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે. બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરીમાં સૌથી વધુ માત્રામાં એન્થોસાયનીન હોય છે.

ભાજી

પાલક, કેળ જેવી ભાજીઓમાં ભરપૂર માત્રામાં નાઈટ્રેટ રહેલું હોય છે. જેનાથી લોહીનો સંચાર યોગ્ય પ્રકારે થાય છે અને બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. ભાજીમાં સૌથી વધુ વિટામિન કે રહેલું હોય છે, જેનાથી ધમનીઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે.

એવોકાડો

એવોકાડોમાં ભરપૂર માત્રામાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલ છે, જેનાથી રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે અને સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. એવોકાડોમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે, જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે

અનાજ

બ્રાઉન રાઈસ અને ઘઉથી બનતી બ્રેડમાં સૌથી વધુ માત્રામાં ફાઇબર હોય છે. જેનાથી કોલસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે. અનાજમાં વિટામીન બી રહેલું હોય છે, જેનાથી ધમનીઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે.

ડુંગળી

ડુંગળીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ડુંગળીમાં એન્ટિઓક્સિડન્ટની સાથે સાથે એન્ટીઇન્ફ્લામેન્ટરી ગુણ પણ રહેલા છે, જેનાથી નસ અને ધમનીઓમાં સોજો આવતો નથી.

હળદર

પૌરાણિક સમયથી હળદરનો સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી રક્તવાહિકાઓ સંકોચાતી નથી અને લોહીનો સંચાર પણ યોગ્ય પ્રકારે થાય છે.

ટામેટા

ટામેટામાં ભરપૂર માત્રામાં લાયકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ એન્ટીઓક્સિડન્ટના કારણે રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે અને સોજો પણ ઓછો થાય છે. ટામેટામાં રહેલ વિટામિન ‘સી’ને કારણે આર્ટરિઝની સમસ્યાથી રાહત મળે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow