આ વ્રત કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે

આ વ્રત કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે

ઉત્પન્ના એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 20 નવેમ્બરના રોજ કરવામાં આવશે. પુરાણો પ્રમાણે આ દિવસથી જ એકાદશી વ્રત શરૂ થયું. એટલે આ એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. સાથે જ, તેને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. આ વ્રતને પુરાણોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવે છે.

પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે વ્રત કે ઉપવાસ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. સાથે જ, અનેક યજ્ઞ કરવાનું ફળ પણ મળે છે. શાસ્ત્રો પ્રમાણે જો એકાદશીનું વ્રત કરી શકો નહીં તો પણ એકાદશીના દિવસે ચોખા ખાવા જોઈએ નહીં. આ વ્રતમાં એક સમયે ફળાહાર કરી શકો છો.

વૈદિક વિશ્વવિદ્યાલય ચિત્તોડના જ્યોતિષાચાર્ય ડો. મૃત્યુંજય તિવારી જણાવે છે કે કારતક મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી તિથિ પ્રગટ થયા હતાં. એટલે આ દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું. વ્રતમાં એકાદશીને મુખ્ય અને બધી જ સિદ્ધિઓ આપનાર માનવામાં આવે છે.

ઉત્પન્ના એકાદશીના એક દિવસ પહેલાં એટલે દશમ તિથિએ સાંજના ભોજન પછી બ્રશ કરવું જેથી અનાજનો થોડો અંશ પણ મોઢામાં રહી જાય નહીં. તેના પછી કશું જ ખાવું નહીં કે વધારે બોલવું પણ નહીં.

એકાદશીએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લેવો. ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે સોળ વસ્તુઓથી ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણની પૂજા કરો અને રાતે દીપદાન કરો. રાતે સૂવું નહીં. આ વ્રતમાં આખી રાત ભજન-કીર્તન કરવાનું વિધાન છે.

આ વ્રત દરમિયાન જે જાણ્યે-અજાણ્યે પાપ થયા હોય, તેના માટે માફી માગવી જોઈએ. બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરો. બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપ્યા પછી જ કઈંક ખાવું જોઈએ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow