બટલરે સિઝનની બીજી સૌથી લાંબી સિક્સ ફટકારી

બટલરે સિઝનની બીજી સૌથી લાંબી સિક્સ ફટકારી

IPL-16 માં બુધવારે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) એ રાજસ્થાન રોયલ્સ (RR) ને તેના હોમ ગ્રાઉન્ડ પર 10 રને હરાવ્યું હતું. રાજસ્થાન ચાર વર્ષ બાદ ઘરઆંગણે રમી રહ્યું હતું.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં LSG ના કેપ્ટન કેએલ રાહુલના 2 કેચ છુટ્યા હતા. તેને કુલ ત્રણ વખત જીવતદાન મળ્યું. રાહુલને સપોર્ટ કરવા માટે તેની પત્ની આથિયા શેટ્ટી સ્ટેડિયમ પહોંચી હતી. આ સાથે જ રાજસ્થાનના ઓપનર જોસ બટલરે સિઝનની બીજી સૌથી લાંબી સિક્સ ફટકારી હતી. અમે આ સમાચારમાં મેચની આવી ટોપ મોમેંટ્સ જાણીશું.

કેએલ રાહુલના 2 કેચ છુટ્યા
લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને પાવરપ્લે દરમિયાન 2 વખત જીવતદાન મળ્યું હતું. જયસ્વાલ-હોલ્ડરે તેના કેચ છોડ્યા. સંદીપ ચોથી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. બોલ્ટે પ્રથમ બોલ પર ફુલ લેન્થ બોલ ફેંક્યો હતો. રાહુલે તેને ઉઠાવતા એક્સ્ટ્રા કવર તરફ રમ્યો. યશસ્વી જયસ્વાલ ત્યાં હાજર હતો, પરંતુ તેણે કેચ છોડ્યો હતો.

બોલ્ટે પોતાના જ બોલ પર રાહુલનો બીજો કેચ છોડ્યો હતો. પાંચમી ઓવરના છેલ્લા બોલ પર બોલ્ટે ઓફ સ્ટમ્પ પર ફુલ લેન્થ બોલ ફેંક્યો હતો. રાહુલ શોટ મિસટાઈમ કર્યો અને મિડ-ઓફમાં શોટ રમ્યો. હોલ્ડરે રનિંગ કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow