આગરા-લખનઉ એક્સપ્રેસવે પર યાત્રીઓથી ભરેલી બસમાં આગ લાગતા અફરાતફરી, માંડ-માંડ 17 યાત્રીઓનો જીવ બચ્યો

આગરા-લખનઉ એક્સપ્રેસવે પર યાત્રીઓથી ભરેલી બસમાં આગ લાગતા અફરાતફરી, માંડ-માંડ 17 યાત્રીઓનો જીવ બચ્યો

ઉત્તર પ્રદેશના ઈટાવામાં રવિવારે મોડી રાત્રે એક ચાલતી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 17 મજૂરોનો આબાદ બચાવ થયો હતો. ઘટના ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આગરા-લખનૌ એક્સપ્રેસ વેની છે. મળતી માહિતી મુજબ, બસ જયપુરથી નેપાળ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં આ ઘટના બની. બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો કે તરત જ તમામ કામદારો સમયસર બસમાંથી કૂદી પડ્યા અને જોતા જ બસ આગનો ગોળો બની ગઈ.

ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
ઉસરહર એસએચઓએ જણાવ્યું કે રાજસ્થાનની બસ નંબર RJ 14 PE 0128 મજૂરો સાથે જયપુરથી નેપાળ જઈ રહી હતી. રસ્તામાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ભરતિયા કોઠી પાસે એક ચાલતી બસમાં આગ લાગી હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. હાલ સાચા કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

નેપાળના મજૂરો આગમાં બચી ગયા
આગની ઘટનામાં બચી ગયેલા નેપાળના મજૂરોએ જણાવ્યું કે બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો કે તરત જ તેઓ બસમાંથી કૂદી પડ્યા. થોડી જ વારમાં આગ આખી બસમાં ફેલાઈ ગઈ. પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow