ગુજરાતમાં થશે બમ્પર ભરતી? ગુજરાત સરકારે કેબિનેટની બેઠકમાં લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં થશે બમ્પર ભરતી? ગુજરાત સરકારે કેબિનેટની બેઠકમાં લીધો મોટો નિર્ણય

સરકારી નોકરીની તૈયારી કરતા યુવકો માટે મોટા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં જ વિવિધ ભરતીઓ માટે કામગીરી હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ માટે સમીક્ષા કરવામાં આવશે. મંજૂર મહેકમની જગ્યાઓ ઝડપીથી ભરાય તે માટે ભરતી બોર્ડને સૂચના આપવામાં આવી છે જેથી આગામી સમયમાં સરકાર વિવિધ વિભાગોની ભરતી બહાર પાડે તેવી શક્યતા છે.

સરકારે ખાલી જગ્યાઓની કરશે સમિક્ષા
રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુથી સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલ અગત્યના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ- મંજૂર મહેકમને  સમયબદ્ધ આયોજન દ્વારા વહેલી તકે ભરવાનો નિર્ણય મુખ્યંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્યો છે.
મંજૂર મહેકમની ઝડપી ભરતી કરવા સૂચના
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં યુવાનોને વધુમાં વધુ રોજગારી ઉપલબ્ધ થાય અને વહીવટમાં વધુ સરળતા આવે તેવા હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ભરતી બોર્ડ સાથે પરામર્શ કરીને વહેલી તકે આ તમામ મંજૂર મહેકમ ભરાય તે પ્રકારની આયોજનબધ્ધ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow