ગુજરાતનું બજેટ રૂ. 3.1 લાખ કરોડનું અને રાજ્યનું કુલ દેવું રૂ. 3.40 લાખ કરોડનું

ગુજરાતનું બજેટ રૂ. 3.1 લાખ કરોડનું અને રાજ્યનું કુલ દેવું રૂ. 3.40 લાખ કરોડનું

રાજ્યનું કુલ જાહેર દેવું હવે રૂ. 3.40 લાખ કરોડ થઇ ગયું છે. ગત વર્ષે માર્ચ અંતે જાહેર દેવું રૂ. 3.20 લાખ કરોડ હતું. એ વખતે રાજ્યના દરેક નાગરિકને માથે 46 હજારનું દેવું હતું. જે હવે વધીને રૂ. 48,500 થયું છે. એક જ વર્ષમાં દરેક નાગરિકના માથે રૂ. 2500નું દેવું વધી ગયું છે. ગુજરાતના બજેટમાં આ વિગતો બહાર આવી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં માથાદીક આવક 74 હજાર રૂપિયા વધી છે.

2017-18માં રાજ્યની માથાદીઠ આવક 1.76 લાખ હતી જે 2022-2023માં 2.50 લાખ થઇ છે. 2018-19ની તુલનામાં 2019-20માં માથાદીઠ આવકમાં 16479નો વધારો નોંધાયો હતો. 2019-20માં માથાદીઠ આવકની સરખામણીએ 2020-21માં આવકમાં માત્ર 873 રૂપિયાનો જ વધારો થયો છે. માથાદીઠ આવકમાં પણ કોરોના મહામારીની સીધી અસર દેખાઇ હતી. પણ હવે માથાદીઠ આવકમાં એક વર્ષમાં 37 હજારનો વધારો અંદાજિત છે.

ગત વર્ષે માર્ચમાં જાહેર દેવું રૂ. 3.20 લાખ કરોડ હતું

ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા સૌથી વધુ સબસિડી

વિભાગ

સબસિડી (રૂપિયામાં)

કૃષિ અને સહકાર3068 કરોડ
ઊર્જા-પેટ્રોકેમિકલ12112 કરોડ

અન્ન-નાગરિક પુરવઠા

1857 કરોડ

બંદરો, વાહનવ્યવહાર

1787 કરોડ
અન્ય7687 કરોડ
કુલ26511 કરોડ

રાજ્યના દરેક નાગરિકને માથે 48 હજારનું દેવું

વર્ષ

જાહેર દેવું (રૂપિયામાં

2018-19217337 કરોડ
2019-20267651 કરોડ
2020-21300959 કરોડ
2021-22320812 કરોડ
2022-23339683 કરોડ

રાજય સરકારે વર્ષ 2020-21માં 22,023 કરોડ વ્યાજ ચૂકવ્યું

​​​​​ગાંધીનગર | રાજય સરકારનું જાહેર દેવું વધી ગયું છે તે બાબતે વિરોધ પક્ષ વારંવાર પ્રશ્નો ઉઠાવે છે ત્યારે સરકારે સોમવારે વિધાનસભા ગૃહમાં સ્પષ્ટ કર્યુ હતું કે, સરકારનું વર્ષ 2021-22નું સુધારેલા અંદાજ પ્રમાણે જાહેર દેવું રૂ. 3,20,812 કરોડ છે. આ પેટે સરકારે વર્ષ 2021-22માં સુધારેલ અંદાજ પ્રમાણે રૂ. 23,063 કરોડ જાહેર દેવાના વ્યાજ પેટે ચૂકવ્યા છે,આ સાથે તે જ વર્ષમાં રૂ. 24,454 કરોડ દેવામાં ઘટાડો કરીને મુદત પેટે પણ ચૂકવ્યા છે. રાજય વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના બે નેતાઓ અર્જૂન મોઢવાડિયા અ્ને અમિત ચાવડાએ જાહેર દેવાનો એક જ પ્રશ્ન પૂછયો હતો.

આ પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે, નાણાંકીય સંસ્થાઓ પાસેથી રૂ. 17,812 કરોડ 2.75થી8.75 ટકા વ્યાજથી લીધી છે.બજાર લોન મેળવીને રૂ. 2,64,703 કરોડ 6.68થી 9.75 ટકા મેળવ્યા છે. એન.એસ.એસ.એફ.લોન રૂ. 28,497 કરોડની 9.50થી10.50 ટકા વ્યાજના દરે લીધી છે. જયારે કેન્દ્રિય દેવા પેટે રૂ. 9,799 જીરોથી 13 ટકા સુધીના દરે લીધી છે. રાજય સરકારે તા. 31 જાન્યુઆરી,2023ની સ્થિતિ પ્રમાણે વર્ષ 2020-21માં વ્યાજ પેટે રૂ. 22,023 કરોડ ચુકવ્યા છે અને વર્ષ 2021-22માં વ્યાજ પેટે રૂ. 23063 ચૂકવ્યા છે. સરકારે દેવામાં ઘટાડો કરતા મુદલમાં પણ વર્ષ 2020-21માં 17,920 કરોડ અને વર્ષ 2021-22માં 24,454 કરોડ મળીને કુલ રૂ. 42,174 કરોડની રકમ ચુકવી છે.


Read more

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow
એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

આ છે રાજકોટ એસટી ડિવિઝનની એક્સપ્રેસ બસની બદતર હાલત. 30 જુલાઈના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 151 નવી એસ.ટી. બસોને લીલીઝંડી આપવા

By Gujaratnow
આસારામની હાલત ગંભીર, ઇન્દોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ

આસારામની હાલત ગંભીર, ઇન્દોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ

ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ફરી એકવાર રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે આજે 8 ઓગસ્

By Gujaratnow
અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow