બરફની ચાદરથી ઢંકાયું ન્યૂજર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર
ન્યૂ જર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર હિન્દુ સંસ્કૃતિ, સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું એક ભવ્ય પ્રતીક છે. હાલ ન્યૂ જર્સીમાં પ્રથમ હિમવર્ષા થઈ છે, જેના કારણે મંદિરનો આસપાસનો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. અક્ષરધામ મંદિર તરફથી શેર કરેલાં ફોટો-વિડિયોમાં ભવ્ય અક્ષરધામ મંદિર, સુવર્ણ રંગની નીલકંઠ વર્ણીની પ્રતિમા, અને અન્ય સ્થાપત્યો બરફથી ઢંકાયેલા જોવા મળે છે. સફેદ બરફ અને આરસના પથ્થરોની સુંદરતા અદ્ભુત દ્રશ્ય સર્જે છે.