ભાઈ જાહેરમાં પોતાની સગી બહેનનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો…આરોપી ભાઈએ કહ્યું કે બહેન ખોટા કામ કરીને…

ભાઈ જાહેરમાં પોતાની સગી બહેનનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો…આરોપી ભાઈએ કહ્યું કે બહેન ખોટા કામ કરીને…

દિવસેને દિવસે સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ક્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ભાઈએ પોતાની સગી બહેન પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે પોલીસ આરોપી ભાઈની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેને પોલીસ પર પણ ગોળીઓ ચલાવી હતી.


ત્યારબાદ પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના આગરામાં બની હતી. થોડાક દિવસો પહેલા એક યુવકે પોતાની વિધવા ભાભી અને સગી બહેન ઉપર ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં 27 વર્ષીય પૂનમ ચૌધરી નામની બહેનનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ભાભી નીલુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. આ ઘટના બની ત્યારે ભીડનો ફાયદો ઉઠાવીને આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જમીન વિવાદના કારણે આરોપી આ પગલું ભર્યું છે. ત્યારબાદ પોલીસે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

પોલીસે ઇજાગ્રસ્ત થયેલી ભાભીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ ભુજ કચ્છમાં આરોપીએ જણાવ્યું કે, તેની બહેન પૂનમ રોજ તેની સાથે ઝઘડો કરતી હતી. પુનમને જે પણ વાત સમજાવી તે તેનું ઊંધું કામ જ કરતી હતી.

તેની ઉંમર 27 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ તે લગ્ન કરવા માગતી ન હતી. તે ઉંધા ઊંધા કામ કરીને પરિવારની ઈજ્જત કાઢતી હતી. ભાઈના મૃત્યુ બાદ ભાભી પિયરમાં ચાલ્યા ગયા હતા અને અચાનક જ તેઓ ફરીથી સાસરિયામાં રહેવા આવી ગયા હતા. શનિવારના રોજ ભાભી બહેનની સાથે મળીને દુકાન પર તાળું મારી રહી હતી.

જેથી મેં ગુસ્સામાં આ પગલું ભર્યું છે. આરોપીએ જણાવ્યું કે બહેન દરરોજ તેની સાથે ઝઘડો કરતી હતી અને ખોટા કામ કરીને પરિવારની ઈજ્જત ડુબાડી રહી હતી તેથી મેં તેનો જીવ લઈ લીધો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને હજુ પણ આરોપીની પૂછપરછ ચાલુ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow