બ્રિટનમાં યહૂદી પ્રાર્થના સ્થળની બહાર આતંકી હુમલો

બ્રિટનમાં યહૂદી પ્રાર્થના સ્થળની બહાર આતંકી હુમલો

ગુરુવારે યુકેના માન્ચેસ્ટરમાં એક સિનાગોગની બહાર થયેલા આતંકવાદી હુમલામાં બે યહૂદીઓ માર્યા ગયા હતા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યોમ કિપ્પુર તહેવાર નિમિત્તે ક્રમ્પ્સોલ વિસ્તારમાં પ્રાર્થના માટે ઘણા યહૂદીઓ એકઠા થયા હતા ત્યારે હુમલાખોરે તેમની કાર તેમની વચ્ચે ધસી ગઈ અને પછી ગોળીબાર કર્યો.

પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને હુમલાખોરનું એન્કાઉન્ટર કર્યુ, જેના પરિણામે તેનું મોત નીપજ્યું હતું. યોમ કિપ્પુર પર, યહૂદીઓ પ્રાર્થના કરે છે અને ભૂતકાળના ખોટા કાર્યો માટે માફી માંગે છે.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ હુમલાને "એકદમ ભયાનક" ગણાવ્યો અને પોલીસની પ્રશંસા કરી. સ્ટાર્મર બ્રિટનની ઇમરજન્સી કોબ્રા ટીમ સાથે મુલાકાત કરવા માટે ડેનમાર્કથી વહેલા પરત ફરી રહ્યા છે.

"આ હુમલો યોમ કિપ્પુર જેવા પવિત્ર દિવસે થયો હતો, જે તેને વધુ ભયાનક બનાવે છે. મારી સંવેદનાઓ ઘાયલોના પરિવારો સાથે છે," તેમણે X પર લખ્યું.

માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે જણાવ્યું હતું કે હુમલાખોરનું મોત થયું છે. પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. મેયર બર્નહામે લોકોને હુમલાના વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow