Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌎 World

બ્રિટિશ PM સુનકે મોરારિ બાપુની કથામાં હાજરી આપી

Gujaratnow2 min read
બ્રિટિશ PM સુનકે મોરારિ બાપુની કથામાં હાજરી આપી

15 ઓગસ્ટે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આયોજિત મોરારિ બાપુની કથામાં હજારી આપી હતી. બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન, ઋષિ સુનકે મોરારિ બાપુની વ્યાસપીઠને પુષ્પ અર્પણ કર્યું હતું અને સાથે "જય સિયા રામ"ના નારા લગાવતા.

વડાપ્રધાન ઋષિ સુનકે તેમના ભાષણમાં કહ્યું “ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આજે મોરારિ બાપુની રામ કથામાં અહીં હાજર રહેવું ખરેખર એક સન્માન અને આનંદની વાત છે. બાપુ, આજે હું અહીં વડાપ્રધાન તરીકે નહીં પણ એક હિન્દુ તરીકે છું! મારા માટે વિશ્વાસ ખૂબ જ વ્યક્તિગત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ એક મહાન સન્માનની વાત છે, પરંતુ આ સરળ કામ નથી. અઘરા નિર્ણયો લેવાના હોય છે.”

મારા માટે, જ્યારે હું ચાન્સેલર હતો ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર દિવાળી માટે દીવાઓ પ્રગટાવવાની એ અદ્ભુત અને ખાસ ક્ષણ હતી. અને જેમ બાપુના બેકગ્રાઉન્ડમાં ગોલ્ડન હનુમાન છે, તેમ મને ગર્વ છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મારા ડેસ્ક પર સુવર્ણ ગણેશ બિરાજમાન છે."

ઋષિ સુનકે કહ્યું કે તેમને બ્રિટિશ હોવા પર ગર્વ છે અને હિંદુ હોવા પર ગર્વ છે. તેમણે સાઉથ હેમ્પટનમાં તેમના બાળપણ અને ઉછેરના વર્ષોને યાદ કર્યા જ્યાં તેમણે તેમના ભાઈ-બહેનો સાથે તેમના પડોશના મંદિરની મુલાકાત લીધી અને તેમના પરિવાર સાથે હવન, પૂજા, કલા અને પ્રસાદ વિતરણ જેવી ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો.

Gujaratnow2 min read

Related News