બ્રિટિશ મીડિયાનો દાવો- ખાલિસ્તાનીઓ પર કોઈ કાર્યવાહી ન થતાં મોદી સરકાર નારાજ

બ્રિટિશ મીડિયાનો દાવો- ખાલિસ્તાનીઓ પર કોઈ કાર્યવાહી ન થતાં મોદી સરકાર નારાજ

બ્રિટનના એક અખબારે દાવો કર્યો છે કે ગત મહિને લંડનમાં તેના હાઈ કમિશનમાં ખાલિસ્તાનીઓના પ્રદર્શનથી ભારત સખત નારાજ છે. આ અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી સરકારે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવાના વિરોધમાં બ્રિટન સાથેના વેપાર સંબંધો પરની વાતચીતને સ્થગિત કરી દીધી છે. આ બેઠક આગામી 24 એપ્રિલના રોજ યોજાવાની છે.

બીજી તરફ નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રાલયે બ્રિટિશ મીડિયાના અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે કહ્યું- આ મહિનાના અંતમાં યોજાનારી વાતચીત શિડ્યુલ મુજબ થશે.

ખાલિસ્તાન સમર્થકોએ 19 માર્ચે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ દર્શાવ્યો હતું. આ દરમિયાન કમિશન પરના અમારા તિરંગાને હટાવી દેવામાં આવ્યો હતો અને બિલ્ડિંગમાં તોડફોડ કરી હતી. આ મુદ્દે બંને દેશોના સંબંધોમાં પણ ખટાશ જોવા મળી હતી.

બ્રિટિશ અખબાર 'ધ ટાઈમ્સ યુકે' દ્વારા સોમવારે જાહેર કરાયેલા અહેવાલમાં કહ્યું છે કે - ભારતે બ્રિટિશ સરકાર સાથેના વેપાર સંબંધો પરની વાતચીતને હાલમાં સ્થગિત કરી દીધી છે. ભારત ઈચ્છે છે કે ઋષિ સુનક સરકાર આ હુમલાની માત્ર નિંદા જ નહીં, પરંતુ વિરોધમાં સામેલ લોકો સામે કાર્યવાહી પણ કરે. હવે બ્રિટન પર ખાલિસ્તાન સમર્થકો સામે કડક કાર્યવાહી કરવાનું દબાણ છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે- તાજેતરમાં બે ઘટનાઓને કારણે ભારત અને બ્રિટનના સંબંધોમાં કડવાશ આવી છે. પ્રથમ- બીબીસીએ વડાપ્રધાન મોદી પર એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી. આ પછી, આવકવેરા વિભાગે નવી દિલ્હીમાં તેમની ઓફિસ પર કાર્યવાહી કરી. બીજું- ખાલિસ્તાનીઓએ પ્રદર્શન કર્યું અને લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરી. ત્યાં તિરંગો હટાવ્યો. જો કે, બાદમાં સ્ટાફે ત્યાં પહેલા કરતા મોટો તિરંગો ફરકાવ્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow